રૈયારોડ પર આલાપગ્રીન સિટી પાસે આવલા ડ્રીમ સિટીના રહેવાસીઓ પર પૂર્વ પ્રમુખ અમિત ઠક્કર તથા પાડોશી પરિચિત મહિલા મહેક લલિતભાઈ ભાજભાણી દ્રારા ત્રાસ ગુજારી મર્ડર કરાવી નાખવાની ધમકી અપાતી હોવાના આક્ષેપો સાથે રહેવાસી મહિલા પુરુષો પોલીસ કમિશનર કચેરીએ દોડી આવ્યા હતા અને બન્ને વિરૂધ્ધ લેખિત ફરિયાદ (અરજી) આપી હતી.
ડ્રીમ સિટીમાં વસવાટ કરતા લોકોએ પોલીસ કમિશનર કચેરીએ દોડી આવી. સી.પી.ને સંબોધીને આપેલી લેખિત રજૂઆતમાં ડ્રીમ સિટી ડી૨૩૦૧માં રહેતા મહેકબેન ભાંજભાણી છેલ્લ ા ચારેક વર્ષથી સોસાયટીમાં રહે છે તેમનો છૂટાછેડાનો કેસ ચાલે છે. રહેવાસી પરિવારોને આ મહિલા દ્રારા ધમકી અપાતી રહે છે. કપડા ફાડી નાખીશ, કેસ કરીશ, જેલના સળિયા ગણાવીશ, જાનથી મારી નાખીશ જેવા શબ્દો સાથે ધમકાવતા રહે છે.
ઘરે આવીને પણ ધમકીઓ દેતા રહે છે. ઝઘડા કરે છે. મહિલાની સાથે સોસાયટીમાં ડી૨૩૦૩માં રહેતા ડ્રીમ સિટી ઓનર્સ એસો.ના પ્રમુખ રહી ચૂકેલા અમિત ઠક્કર દ્રારા ધાકધમકી આપવામાં આવે છે અને જો કોઈ અન્ય પ્રમુખ બનશે તો મર્ડર કરાવી નાખીશ. પ્રમુખપદનો તથા સોસાયટીના ફંડનો દુરઉપયોગ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા છે. છેલ્લ ા ત્રણ વર્ષથી સોસાયટીનો હિસાબ આપ્યો ન હોવાનો અને નવા પ્રમુખને કોઈપણ જાતનો વ્યવહાર કરવા દેતા ન હોવાનો ચેક બુક તથા ડોકયુમેન્ટરી સોસાયટીની ઓફિસના બદલે ઘરે રાખે છે. અવારનવાર પોલીસને બોલાવી સોસાયટીમાં ભયનો માહોલ સર્જતા હોવા સહિતના આક્ષેપો કરાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech