પોરબંદરના હિરલ જાડેજા સહિત ચાર સાગરીતો સામે બોગસ પેઢી બનાવી ફ્રોડના નામે નાણાં જમા કરાવી ઉપાડી લીધાનો સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ એસઓજી પોલીસે ઐંડાણપૂર્વકની તપાસ શ કરી હતી અને ગુનામાં સંડોવાયેલ હિરલ જાડેજા સહિત ત્રણની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા છે અને પોલીસ દ્રારા બેંક ખાતા સહિતની પૂછપરછ હાથ ધરાશે.
આ અંગે સમગ્ર વિગત મુજબ પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ દ્રારા જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસના સાયબર ફ્રોડમાં સંડોવાયેલ બેન્ક ખાતા અને પેઢી અંગે તપાસ કરવા પત્ર લખવામાં આવ્યો હતો જુનાગઢ સાયબર પોલીસ દ્રારા તપાસ કરતા અર્હમ કોમોડિટી ના પ્રતાપ ભરાઈ, વિઠ્ઠલ પ્લસ કોમોડિટીના પારસ જોશી અને ભરત એન્ટરપ્રાઇઝના ભરત સુધરેજા નામની પેઢી ખોલી ત્રણ વ્યકિતના ઇન્ડિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ફેડરલ બેન્ક ઓફ ઇન્ડિયા એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ સહિતની બેન્કોમાં કુલ ૨૨ ખાતા ખોલાવવામાં આવ્યા હતા.
સાયબર પોલીસની ટીમે તમામ લોકોની પૂછપરછ કરતા આ લોકોએ પોરબંદરના હીરલબા જાડેજાએ ગત જુલાઈ માસમાં ટેલીફોન સંપર્ક કરી ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું પ્રલોભન આપ્યું હતું અને પ્રતાપભાઈ નામનું આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી લીધું હતું આ ઉપરાંત સચિન મહેતા અને નૈતિક માવાણી તે જુનાગઢ આવીને સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ હિરલબાના માણસોએ પ્રતાપભાઈ નો સંપર્ક કર્યેા હતો અને દિવાન ચોકમાં બોલાવી અર્હમ કોમોડિટીઝના નામની પેઢીના ભાડા કરાર કરાવી લીધો હતો જેમાં નોટરી પાસે જઈ પ્રતાપભાઈના સહી સી કરાવી લીધા હતા અને પ્રતાપભાઈ ની જાણ બહાર જ અરહમ કોમોડિટીઝ નામની પેઢીના ખોટા દસ્તાવેજ બનાવી બોગસ પેઢી ઊભું કરી જીએસટી નંબરના આધારે અલગ અલગ બેંકમાં કરટં એકાઉન્ટ ખોલાવી લીધા હતા.
બાદમાં પ્રતાપ ભાઈને પણ આપી બેન્ક એકાઉન્ટના કોરા ચેક અને આરટીજીએસ ફોર્મ માં સહી કરાવી લીધી હતી થોડા સમય બાદ હિરલબા જાડેજા ના બીજા એક માણસ હિતેશ ભીમા ઓડેદરા અને નૈતિક માવાણી એ પ્રતાપભાઈ ને ટ્રાઈનટ પ્લાઝા ખાતે બોલાવી કોરા ચેક અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી રાખી લીધા હતા અને પેઢીના બનાવટી બિલ અને સીકકા બનાવી પ્રતાપભાઈની જાણ બહાર જ મોટા આર્થિક વ્યવહાર કર્યા હતા. ત્યારબાદ ફ્રોઙના નાણા ખાતાઓમાં જમા કરાવી ઉપાડી લીધા હતા વિઠ્ઠલ પ્લસ કોમોડિટીઝના પારસ જોશી અને ભરત એન્ટરપ્રાઇઝના ભરત સુત્રેજાએ પણ આ લોકોએ નાની મોટી ધંધા કરવાની લાલચ આપી પ્રલોભન આપીને દિવાન ચોકમાં બોલાવી નોટરી પાસે પારસભાઈ તથા ભરત સુત્રેજાના સહી સીકકા કરાવી જાણ બહાર પેઢીના નામના ખોટા દસ્તાવેજ ઊભો કરી બોગસ પેઢી ઊભી કરી હતી અને બોગસ દસ્તાવેજ તથા જીએસટી નંબરના આધારે બેંકમાં કરટં એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન નાણા તેમાં જમા કરાવી ઉપાડી લીધા હતા.
સમગ્ર મામલે જુનાગઢ એસ ઓજી પોલીસ દ્રારા પોરબંદરના હીરલબા જાડેજા, સચિન મહેતા( મુંબઈ), હિતેશ ઓડેદરા ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા છે તમામ શખ્સોએ કયા ખાતામાં કેટલી કેટલી રકમ ભરી તે અંગે બેંક ખાતા ખોલાવવામાં દસ્તાવેજ ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત કયા નોટરી પાસે કાર્યવાહી કરવામાં આવી દસ્તાવેજનો ઉપયોગ કરાયો તે સાચા છે કે ખોટા તે સમગ્ર દિશાઓમાં પૂછપરછ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech