જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આજથી બે વર્ષ પહેલાં રાત્રિના ઘરફોર ચોરીનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં મૂળ મધ્યપ્રદેશનો વતની સુકાભાઈ સાયસીંગભાઇ મકવાણા નાસ્તો ફરતો રહ્યો હતો. જે આરોપી હાલ ભાવનગર પંથકમાં સંતાયો છે, તેવી ચોક્કસ બાતમી કાલાવડ ગ્રામ્ય પોલીસને મળી હતી.
દરમિયાન કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડીએ ભાવનગર પંથકમાં ધામા નાખ્યા હતા, અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાસા ગામની સીમમાંથી આરોપી સુકા ભાઈ મકવાણા ને ઝડપી લીધો હતો. ત્યાં સંતાઈને ખેત મજૂરી કામ કરતો હતો. જેને કાલાવડ લઈ આવ્યા બાદ તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. જેની સામે કાલાવડ ગ્રામ્ય ઉપરાંત બારડોલી પોલીસ સ્ટેશનમાં પણ હત્યા અંગેનો એક ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech