બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ અવારનવાર તેની એક્ટિંગ અને તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે આમિર ખાનની પુત્રી આયરા ખાનના લગ્નના રિસેપ્શનમાં ચાર ચાંદ લગાવ્યા હતા. કેટરિના કૈફના દેસી ગર્લ અવતારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આયરા ખાન-નુપુર શિખરેના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં કેટરિના કૈફ લહેંગા ચોલી પહેરીને પહોચી હતી.
કેટરિના કૈફ ક્રીમ કલરના લહેંગા અને ચોલી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કેટરિના કૈફે ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે પ્રિન્ટેડ હેવી લહેંગા કૈરી કર્યો હતો. લહેંગા સાથે કેટરિનાએ હેવી હેંગિંગ ઈયરિંગ્સ પહેરી હતી.
કેટરિના કૈફની બ્લેક બિંદીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક્ટ્રેસે મિનિમલ મેકઅપ કરી દેશી ગર્લ લુકને કમ્પલીટ કર્યો હતો અને આખા સમારોહમાં સહુનું ધ્યાન ખેચ્યું હતું.
કેટરિના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે વિજય સેતુપતિ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech