શહેર પીસીબીએ લિસ્ટેડ મહિલા અને પુરુષ બુટેલગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરી બંનેને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યા છે.
શહેરમા દેશી-વિદેશી દારૂની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ આચરનાર શખસો સામે આકરી કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચના પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાએ અગાઉ દેશી-વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા લિસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી જેમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દેશી દારૂના 20 ગુનામાં સંડોવાયેલી અને અગાઉ પણ પાસામાં જેલની હવા ખાઈ ચુકેલી લેડી બુટલેગર મનીષા ઉર્ફે મુન્ની વિનોદભાઈ સોલંકી (ઉ.વ.50-રહે-ચુનારાવાડ) તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દારૂના 12 અને મારામારીના એક મળી 13 જેટલા ગુનામાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર મગન રાયસીંગભાઇ રોજાસરા (રહે-ગ્રીનલેન્ડ ચોકડી, શિવનગર) બંને સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપતા સીપીએ મંજુર કર્યું હતું. જે વોરંટના આધારે પીસીબીની ટીમે લેડી બુટેલગર મનીષા ઉર્ફે મુન્ની અને મગન રોજાસરાની અટકાયત કરી બંનેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં પીસીબીના પીએસઆઈ એમ.જે.હુંણ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech