સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૌરાષ્ટ્ર્રમાં મુકામ કર્યેા હોય તેમ ૨૪ કલાકમાં ત્રણ દરોડા પાડી પોણા કરોડનો દાનો જથ્થો ઝડપી લીધો છે.જેમાં સૌપ્રથમ ગઈકાલે ટંકારાના લજાઇમાંથી ૧૧.૮૧ લાખનો દાનો જથ્થો ઝડપી લીધા બાદ મોડી રાત્રીના આટકોટના પાંચવડા ચોકડી પાસેથી દા ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. પોલીસે ટેન્કરમાંથી ૬૧.૪૬ લાખનો ૯૩૮૪ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત . ૮૧,૪૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. દાનો આ જથ્થો ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવી રાખ્યો હતો. દિવ–દમણ તરફથી દાનો આ જથ્થો સૌરાષ્ટ્ર્ર તરફ આવી રહ્યો હોવાનું માલુમ પડું છે. જો કે ચાલક અને કિલનર બંને ફરાર થઈ ગયા હોય દા કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે હજુ સચોટ વિગત જાણી શકાય નથી.
આ દરોડા બાદ એસએમસીની ટીમ રાજકોટમાં ત્રાટકી હતી.અહીં ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસ સ્ટોપ પાસેથી આઇસરમાં ૧૦૪ બોટલ દાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.દાનો જથ્થો અને વાહન સહિત .૭.૨૦ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિ રાયની સૂચના હેઠળ ડિવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.કરમટા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે જસદણ પંથકના આટકોટ પાંચવાડા ચોકડી પાસે રાત્રિના વોચ ગોઠવી હતી. મોડી રાત્રિના અહીં પાંચવાડા ચોકડી નજીકથી એક શંકાસ્પદ ટેન્કર પસાર થતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યેા હતો. દરમિયાન ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઈને આવી ગયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેન્કરમાં તપાસ કરતા તેમાં બનાવેલા ખાસ ખાનામાંથી દાનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કરમાંથી ૬૧.૪૬ લાખનો ૯૩૮૪ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાનો આ જથ્થો અને ટેન્કર સહિત કુલ પિયા૮૧,૪૬,૭૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં દાનો આ જથ્થો દીવ દમણ તરફથી ટેન્કરમાં ભરી સૌરાષ્ટ્ર્ર તરફ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે દરોડા સમયે ટેન્કર ચાલક અને કિલનર બંને અંધારાનો લાભ લઈને નાશી ગયા હોય દા અહીં સૌરાષ્ટ્ર્રમાં કોને સપ્લાય કરવાનો હતો? તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
એસએમસીની ટીમ આટકોટ બાદ રાજકોટમાં ત્રાટકી હતી.પીએસઆઇ એસ.વી.ગરચર તથા તેની ટીમે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી હાઇવે પર શીવધારા રેસિડેન્સી નજીક બસ સ્ટોપ પાસેથી શંકાસ્પદ આઇસર ઝડપી લઇ તેમા તપાસ કરતા .૧,૫૫,૬૩૫ ની કિંમતનો ૧૦૪ બોટલ દા બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે મનીષ પ્રભાતભાઇ હેરમા(રહે. એલ.પી પાર્ક શેરી નં.૨ કુવાડવા રોડ રાજકોટ) અને કલ્પેશ ઘનુભાઇ દેવભાડગીજી(રહે. બાદીપરા,રાજકોટ) ને ઝડપી લીધા હતાં.
પોલીસે દાનો આ જથ્થો અને ત્રણ મોબાઇલ અને આઇસર સહિત કુલ .૭,૨૦,૬૩૫ નો મુદામાલ કબજે કર્યેા હતો.આરોપી પૈકી મનીષ મુખ્ય સૂત્રધાર છે જયારે કલ્પેશ તેનો માણસ છે.
જયારે પોલીસને માલ મોકલનારનો નંબર હાથ લાગ્યો હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર્રમાં ગઈકાલે જ ટંકારા તાલુકાના લજાઇ પાસેથી એસ.એમ.સી.ની ટીમે ૮૦ પેટી દાનો જથ્થો ઝડપી લીધા બાદ સતત બીજા દિવસે આટકોટમાં અને રાજકોટમાં એસએમસીની ટીમે દાનો મોટો જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો સ્થાનિક પોલીસ વધુ એલર્ટ બની છે. એસએમસી વડા નિર્લિ રાયની સૂચના હેઠળ ડિવાયએસપી કે.ટી. કામરીયા તથા તેની ટીમે કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech