રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે રાજકોટ જિલ્લા મથક તથા તાલુકા મથકો ખાતે આવેલ તમામ કોર્ટમાં યોજાયેલી મેગા લોક-અદાલતમાં મુકવામાં આવેલા 70 હજાર જેટલા કેસો પૈકી બપોર સુધીમાં 25 % ઉપરાંતના કેસોમાં સમાધાનમાં સફળતા મળી હતી. જેમાં મોટેભાગે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ અને અકસ્માત વળતરના અનેક કેસોમાં એક કરોડ થી વધુ રૂપિયામાં સમાધાન સાધી ફેસલ કરાયા હતા.
આજે જામનગર રોડ ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે લોક અદાલતનો રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જ વી. બી. ગોહિલ, જુદા જુદા જ્યુડિશિયલ ઓફિસરો અને કાનૂની સેવા સત્તા મંડળના સચિવ કે.એમ. ગોહિલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક જજની દેખરેખ હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકોની તમામ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં સિનિયર જુનિયર વકીલો અને કોર્ટ સ્ટાફ, વીમા કંપનીઓ, બેંકો, પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જુદી જુદી કોર્ટમાં લોક-અદાલતની કાર્યવાહીમાં વિવિધ પ્રકારના પેન્ડિંગ કેસો તથા પ્રિ- લિટિગેશન કેસો મળી કુલ 70,000 થી વધુ કેસો હાથ પર લેવામાં આવ્યા છે. તેમાં મોટર અકસ્માત વળતરના, ચેક રિટર્નના લગ્ન વિષયક તકરારના,
ફેમિલી કોર્ટ ઉપરાંત મોટે ભાગે ઈ-મેમો સહિતના સંખ્યાબંધ પ્રિ-લિટિગેશન કેસોમાં કરોડોની રકમનું બપોર સુધીમાં સમાધાન થયું છે. હજી સાંજ સુધી લોક અદાલત ચાલુ રહેનાર હોય સમાધાન થયેલા કેસોની સંખ્યામાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech