મહુવા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મ ગુન્હામાં ફરાર આરોપીને નાસતા-ફરતા સ્કોર્ડ - મહુવા ડિવિઝનની ટીમે વિકટર ચોકડી નજીકથી ઝડપી લઈ સગીરાને મુક્ત કરાવી હતી.
મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડના પોલીસ સ્ટાફ દ્વારા મહુવા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુ.૨.નં-૧૧૧૯૮૦૭૦૨૫૦૦૪૬/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૩૭(૨),૮૭,૬૪(૨)(આઇ)(એમ) તથા પોકસો એકટ કલમ-૪.૬.૮ સહિતના ગુનામાં નાસતો-ફરતો આરોપી હરેશ મોહનભાઈ શિયાળ (ઉ.વ.૧૯ અભ્યાસ- ૮ પાસ, ધંધો- મંજુરી રહે-હાલ-ગરાળ ગામ,તા-ઉના ગીર સોમનાથ રહે મુળ ખાખીબાપુની મઢી પાસે,આશાનગર મહુવા જી-ભાવનગર)ને મહુવાની વિકટર ચોકડી નજીકથી ઝડપી લઈ સગીરાને તેના સકંજામાંથી મુક્ત કરાવી મહુવા રૂરલ પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સૂચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.એ.વાઢેર તથા આસી.સબ.ઇન્સ. જે.ખાર.આહીર તથા પો.કોન્સ. હરપાલસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech