હળવદ પંથકમાં હવામાન વિભાગની અગાહીના પગલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસાદ તૂટી પડો હતો જેના કારણે હળવદ પંથકમાં અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અગરિયાઓ ખેડૂતો તેમજ આમ લોકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ નુકસાની સરકાર તરફથી સહાય મળે તેવી લોકોને માગણી ઉઠી છે સર્વત્ર કમોસમી માવઠાથી ભારે નુકશાન સર્જાયું છે ત્યારે હળવદમાં પણ કમોસમી માવઠાએ હાહાકાર મચાવ્યો હતો અને હળવદ શહેર તાલુકાના અનેક ગામોમાં વૃક્ષો તેમજ મંડપ ઉડવાના થવાના બનાવ સામે આવ્યા હતા તેમજ ખેડૂતો ને પણ મોટા પ્રમાણ માં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયાઓને કમોસમી વરસાદ અને ટીકર રણમાં વેર નુ પાણી આવી જતા અગરિયા ભાઈઓ માટે ચિંતા નો વિષય છે મોઢે આવેલ કોળિયો છીનવાય જશે એવી ભીતિ સેવાઈ છે કેમ કે આ વર્ષ મંદી ના માહોલ મા ભાવ ઓછો મળ્યો અને આ વેરનુ પાણી અને માવઠાથી અગરીયા ભાઈઓ માટે આગે કૂઆ પીછે ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે. અગરીયાનો મોટું નુકસાન થયું છે. હળવદ તાલુકાના ટીકર કીડી,જોગડ, માનગઢ, માલણીયાદ, એજાર, સહિત અગરીયાઓને મોઠે આવેલો કોળીઓ છીનવાઇ ગયો છે, રણમાં માવઠાના કારણે અગરના પાટાઓને ભારે નુકસાન થયું છે. તેથી સરકાર દ્રારા સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવા સરકાર સામે અગરિયાઓએ માંગ કરી છે,અગરિયાઓની હાલત કફોડી બની ગઈ છે. સર્વે અને વળતરની માંગ કરાઈ છે, તો સરકાર દ્રારા તાત્કાલિક ધોરણે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech