જામનગરની જી.જી. હોસ્પીટલના નવા બિલ્ડીંગ રોડ પર એક દંપતિ પર હુમલો કરાયાની બે મહિલા સહિત ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે આધેડને બાઇકથી પછાડી દઇ તેમજ તેમના પત્નીને પથ્થર વડે મુંઢ માર મારવામાં આવ્યો હતો.
જામનગરના કામદાર કોલોની શેરી નં. 8, અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતા વેપાર કરતા મામદભાઇ અબુભાઇ ખફી (ઉ.વ.49) નામના આધેડ તથા તેમના પત્ની ગત તા. 29ના રોજ જી.જી. હોસ્પીટલ નવી બિલ્ડીંગના રોડ પર ચાલીને જતા હતા ત્યારે આરોપી હનીફ મોટરસાયકલમાં આવી પાછળથી ભટકાડી નીચે પાડી દેતા મામદભાઇને કાંડા પાસે ફ્રેકચર થયુ હતું અને તેમના પત્નીને આરોપી મહિલાઆએ અપશબ્દો બોલી હાથાપાઇ કરી હતી અને ત્યાં પડેલા પથ્થરથી ફરીયાદીની પત્નીને માથામાં મારી મુંઢ ઇજા પહોચાડી સ્વેચ્છાપુર્વક વ્યથા કરીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
બનાવ અંગે મામદભાઇ ખફી દ્વારા સીટી-બી ડીવીઝનમાં નાઘેડી ગામ પાણીના ટાંકા પાસે રહેતા હનીફ અબુભા ખફી, શબીર અબુભાઇ ખફી, રજીયાબેન શબીર ખફી તથા રેશમાબેન હનીફ ખફીની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech