જામજોધપુરમાંથી યુવતિ ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ : પોલીસ દ્વારા તપાસ
જામનગરની ગવર્મેન્ટ ફીઝીયોથેરાપી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સુરતની યુવતિ ભેદી રીતે ગુમ થઇ જતા પોલીસમાં જાણ કરવામાં આવી છે, જયારે જામજોધપુરમાં રહેતી એક યુવતિ ચુંટણી કાર્ડના કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ છે પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતોના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલના બ્લોક નંબર 421માં રહીને અભ્યાસ કરતી મૂળ સુરત-કતારગામની વિદ્યાર્થીની જેન્શીબેન રજનીભાઈ ગજેરા (ઉંમર વર્ષ 18) ફિઝિયોથેરાપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાંથી એકાએક લાપતા બની ગઈ છે.
ગર્લ્સ હોસ્ટેલના સંચાલકો તેમજ તેણીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ વગેરે દ્વારા અનેક સ્થળે તેણીની શોધ ખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. અને તેણી નો મોબાઇલફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો છે.
તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ગુમનોંધ કરાવાઈ છે. જેને સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ શોધી રહ્યો છે. આ બનાવ અંગે ગુમ થનાર વિદ્યાર્થીનીના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.
અન્ય એક બનાવમાં જામજોધપુર ટાઉનમાં રહેતી અને એક જવેલર્સની દુકાનમાં નોકરી કરતી મિતલબેન અશ્વિનભાઈ મહેતા નામની 18 વર્ષની યુવતી ગત 3 તારીખે પોતાના ઘેરથી બાપાસીતારામ નામની જ્વેલર્સની દુકાને નોકરી પર જવાનું કહીને નીકળી હતી, ત્યારબાદ એકાએક લાપતા બની ગઈ છે.
તેણીએ દુકાનમાં પણ ચૂંટણી કાર્ડનું કામ કરવા માટે જઈ રહી છું, તેમ કહીને નીકળી ગયા બાદ ગઈકાલ સુધી તેણીનો કોઈ પત્તો નહીં મળતાં આખરે તેણીના પિતા અશ્વિનભાઈ લીલાધરભાઇ મહેતા દ્વારા જામજોધપુર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવી છે, અને જામજોધપુર પોલીસ તેણીને શોધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech