શખ્સ ઝડપાયો
જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ ની દવા બારી પાસે થી ત્રણેક મહિના પહેલાં એક આસામી નો મોબાઈલફોન ચોરાઈ ગયો હતો. તેની તપાસ માં પોલીસે એક શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડ્યો છે.
જામનગર શહેરમાં ત્રણેક મહિના પહેલા એક આસામીનો મોબાઈલ ચોરાઈ ગયા ની પોલીસ માં ફરિયાદ કરવા માં આવી હતી. તે ફોન ની વિગતો મેળવી ને પોલીસે તપાસ શરૂ કરી હતી . જેમાં આ નંબર ની કોલ રેકોર્ડ ની ડીટેલ પણ કઢાવાઈ હતી.
ત્યારપછી સર્વેલન્સ સ્ટાફ ને મળેલી બાતમીના આધારે આયુર્વેદિક યુનિ. પાસે થી બેડેશ્વરમાં રહેતા ઉદય રાજેશ મેણીયા નામના શખ્સને ઝડપી લેવાયો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી મોબાઈલ સાંપડ્યો હતો. તેની પૂછપરછ કરાતા તેણે આ મોબાઈલ ત્રણેક મહિના પહેલાં જી.જી. હોસ્પિટલમાં દવાબારી પાસેથી તફડાવ્યો હોવાની કબૂલાત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech