બાંગ્લાદેશ પર સર્જાયેલા લો પ્રેસરની અસરના ભાગપે આજે અને આવતીકાલે બે દિવસ માટે તાપી વલસાડ નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતાએ આજે અને આવતીકાલ માટે આપી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જે વિસ્તારો માટે વરસાદની આગાહી છે ત્યાં પ્રતિ કલાકના ૩૦ થી ૪૦ કીલોમીટરની ઝડપે પવન ફુકાશે અને હળવોથી મધ્યમ વરસાદ પડશે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના તળાજામાં અને નવસારી જિલ્લાના ખેરગામમાં એક ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત પંચમહાલ ડાંગ તાપી અને વલસાડ જિલ્લામાં સામાન્ય ઝાપટા પડા છે. સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખાંભા રાજકોટ જિલ્લાના ગોંડલ બોટાદ જિલ્લાના રાણપુરમાં સામાન્ય વરસાદ પડો છે.
એક બાજુ વરસાદી માહોલ છવાયો છે તો બીજી બાજુ શ્રાવણ મહિનામાં ભાદરવાના આકરા તાપ જેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન અમદાવાદમાં ૩૬.૧ ડીગ્રી નોંધાયું છે. વડોદરામાં ૩૫.૪ ભાવનગરમાં ૩૫.૪ ગાંધીનગરમાં ૩૫ ડીસામાં ૩૫.૪ પોરબંદરમાં ૩૪.૪ સુરેન્દ્રનગરમાં ૩૪.૬ અને રાજકોટમાં ૩૫.૪ ડિગ્રી મહત્વનું તાપમાન રહ્યું છે. રાજકોટ પોરબંદર અમદાવાદ વડોદરા સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો શ્રાવણ માસના અત્યારના દિવસોમાં જેટલો હોવો જોઈએ તેના કરતાં ત્રણથી સાડા ત્રણ ડિગ્રી વધુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ
June 11, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech