હળવદના સરા ચોકડી નજીક બાઇકમાં જઈ રહેલા દંપતિનો છ વર્ષનો પુત્ર પડી જતા ગંભીર ઇજા થવાથી મોત નિપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.
સરા ચોકડીથી આગળ રસ્તાનું કામ ચાલુ હોય ત્યારે બમ્પ આવતા પાછળ બેઠેલા માતા–પુત્ર નીચે પડી ગયા હતા જેમાં બાળકને બાઈકનું પતં લાગી જતા બનાવ બન્યો હતો.
પ્રા વિગત મુજબ મુળીના નાડધ્રી ગામે રહેતા વસંતભાઈ જાદવભાઈ ઓગાણીયા ગત બપોરે પોતાના ઘરેથી બાઇકમાં પત્ની કાજલબેન (ઉ.વ.૨૮) અને પુત્ર સચિન (ઉ.વ.૬)ને બેસાડી હળવદ ગામે રહેતા સસરાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સરા ચોકડી નજીક રસ્તાનું કામ ચાલુ હોય દરમિયાન બમ્પ આવતા બાઈક ઉછળી હતી અને પાછળ બેઠેલા માતા–પુત્ર પટકાયા હતા જેમાં પુત્ર સચિનને બાઈકનું પતં માથામાં લાગી જતા ગંભીર ઇજા થવાથી પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત નીપયું હતું.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક સચિન એક ભાઈ બે બહેનમાં નાનો હતો, વસંતભાઈ છૂટક મજૂરી કામ કરે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech