વિવિધ મુદ્દે બહેનોને માહિતગાર કરાયા
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રોજેક્ટ તુષ્ટિ (નયારા એનર્જી દ્વારા સંચાલિત) મારફતે પોષણ પખવાડિયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોષણ પખવાડિયા અંતગર્ત પૂર્ણા દિવસ, પોષણ સભા, ગ્રામ સંજીવની સમિતી મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ., આરોગ્ય વિભાગના સી.એચ.ઓ., પ્રોજેક્ટ તૃષ્ટિના બ્લોક કોઓર્ડિનેટર, ફિલ્ડ ઓફિસર, સક્ષમ આંગણવાડીના ફિમેલ ફેસીલીટર, આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિશોરી બહેનો, બાળકોના વાલી તથા ગામના અન્ય બહેનો પણ જોડાયા હતા. આ ઉજવણી દરમિયાન કિશોરી બહેનોનું લોહી ચેક અપ, કસરતમાં સૂર્ય નમસ્કાર, વજન-ઉંચાઈ તથા THR (પૂર્ણા શક્તિ) માંથી લાઇવ રેસિપી ડેમો સ્ટ્રેશન (વાનગી) કરી બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ દ્વારા પોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech