પોરબંદરમાં રોટરી ક્લબ અને ઇન્નર વ્હીલ ક્લબ દ્વારા ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી હતી.
રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા પોરબંદરમાં ક્ષયના દર્દીઓને પોષણયુક્ત એકત્રીસમાં માસિક પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ થયું હતુ.પોરબંદરમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબોના માર્ગદર્શન હેઠળ ટી.બી.હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યુ હતુ.રોટરી કલબ ઓફ પોરબંદર અને ઇનરવ્હીલ કલબ દ્વારા .૧૦૦૦ ની એક એવી ૪૫ પૌષ્ટિક આહારની કીટનું જરૂરીયાતમંદ ટી.બી.ના દર્દીઓને વિતરણ કરવામાં આવ્યુ હતુ.છેલ્લા એક વર્ષ દરમિયાન . ૪૭૫૦૦૦ ની કુલ ૪૯૫ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, આ દર્દીઓ એવા છે જેમને ડોકટરો દ્વારા સુચવવામાં આવેલ પોષણયુકત આહારનો ખર્ચ તેઓ ઉઠાવી શકતા નથી.બંને કલબના સભ્યોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા આપવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ અને ફાયદા અંગે ડો. નિષા માખેચા તથા ડીસ્ટ્રીકટ ટી.બી. ઓફિસર ડો.સીમા પોપટિયાએ વિશેષ માહિતી આપી હતી અને વ્યસનમુકત રહી અને દવા વગેરે સમયસર લઈ રોગમુક્ત થવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે રોટરી ક્લબના પ્રોજેકટ ચેરમેન વિજય મજીઠીયા દ્વારા પ્રોજેકટ વિષે માહિતી આપી હતી, રોટરી ક્લબના પ્રમુખ રો.સી. એ. દિવ્યેશ સોઢા, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રો. જયેશ પત્તાણી, ઇનર વ્હીલ ક્લબના પુર્વ પ્રમુખ મીનાબેન મજીઠિયા, પ્રમુખ દીપાબેન દત્તાણી હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech