વિનેશ ફોગાટે કુસ્તીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તેઓ ઈતિહાસમાં ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ બની છે.
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ક્યુબાની યુસ્નેલિસને 5-0થી હરાવીને મહિલા કુશ્તી 50 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે વિનેશ હવે ઓછામાં ઓછું સિલ્વર મેડલ જીતવા માટે લાયક બની ગઈ છે. ઓલિમ્પિકના 128 વર્ષના ઈતિહાસમાં વિનેશ ઓલિમ્પિક ફાઈનલમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હશે. ક્યુબન કુસ્તીબાજ વિનેશની સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી અને તેના જવાબમાં એક પણ પોઈન્ટ મેળવી શકી ન હતી. હવે વિનેશ 7 ઓગસ્ટે ફાઇનલમાં યુએસએની રેસલર સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કરશે.
વિનેશે 3 મિનિટના પ્રથમ રાઉન્ડમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં, વિનેશે સારું ટેકડાઉન પ્રદર્શન કરીને વધુ 4 પોઈન્ટ મેળવ્યા. સમગ્ર મેચ દરમિયાન ભારતીય કુસ્તીબાજની સંરક્ષણાત્મક કુશળતા જોવા જેવી હતી. વિનેશે માત્ર શાનદાર રક્ષણાત્મક રમત જ દેખાડી એટલું જ નહીં પરંતુ વળતો હુમલો કરીને મેચ પર પ્રભુત્વ જમાવ્યું અને અંતે 5-0થી જીત મેળવી. વિનેશ હવે ફાઈનલ મેચમાં યુએસએની સારાહ એન સામે ટકરાશે, જેમણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech