મેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર

  • June 09, 2025 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાગવાધાર, ધ્રોલ નજીક દા‚ની હેરાફેરી કરતા ૩ની અટકાયત

મેઘપરમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડીને એક શખ્સને વિદેશી દા‚ની ૬૦ બોટલ સાથે પકડી લીધો હતો જેમા બે શખ્સના નામ ખુલ્યા હતા, તથા ધ્રોલ નજીક દા‚ની બે બોટલ સાથે પરપ્રાંતીય શખ્સ ઝપટમાં આવ્યો હતો અને પડાણા પોલીસે ગાગવાધાર વિસ્તારમાં બે શખ્સોને દા‚ની બોટલો સાથે દબોચી લીધા હતા.

લાલપુરના મેઘપર ગામમાં મંદિરની બાજુમાં રહેતા ગીરીરાજસિંહ ઉર્ફે ભા ભરતસિંહ પિંગળના રહેણાંક મકાને પડાણા પોલીસે દરોડો પાડી વિદેશી દા‚ની ૬૦ બોટલ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન સિંગચ ગામના રાજેન્દ્રસિંહ વાઢેર તથા જામનગરના કરણ ભણશાળીની સંડોવણી સામે આવી હતી આ બંનેને પકડવા તપાસ લંબાવવામાં આવી છે. 
આ ઉપરાંત એમપીના કઠીવાડાના વતની મુખી ગજલા ભયડીયા નામના શખ્સને ઇંગ્લીશ દા‚ની બે બોટલ સાથે રાજકોટ જામનગર હાઇવે ધ્રોલ નજીક કેનાલ પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. જયારે ગાગવા ધાર વિસ્તારમાં રહેતા વિક્રમ રમણીક પરમારને ઇંગ્લીશ દા‚ની ૩ બોટલ સાથે પકડી લીધો હતો, જયારે ગાગવા ધાર ખાતે રહેતા રસિક હીરા રાઠોડને ગામના પાટીયા પાસેથી ઇંગ્લીશ દા‚ની બે બોટલ તથા મોટરસાયકલ નં. જીજે૧૦ડીકયુ-૮૩૪૬ સાથે દબોચી લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News