મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ ઢોર બાંધવાના વાડામાં પ્લાસ્ટિકના કેરબા જમીનમાં દાટી તેમાં છુપાવેલ ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમી મળેલ કે, મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ વાળો પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી તેમાં ઇંગ્લીશ દારૂની બોટલો છુપાવી ચોરી છુપીથી ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરે છે જીણવટ ભરી તપાસ કરતા બીજા કેરબાઓ પણ દાટેલ હાલતના મળી આવતા મળી આવેલ કુલ-૭ પ્લા.ના કેરબામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૮ કિં..૪૯,૩૦૫નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ ઉ.વ.૩૪, ધંધો-વેપાર, રહે. જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ, તા.જી.મોરબીવાળા વિધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech