જેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર સહિત માત્ર બે કર્મચારી: તમામ કામગીરી ઠપ જેવી હાલત

  • June 10, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુર શહેરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતને કારણે છેલ્લ ા આઠ દિવસથી પોસ્ટની વિવિધ સ્કીમમના નાણાં ઉપાડી કે ભરી શકાતા નથી. જેને કારણે પેંશન ધારકો, રોકાણકારો તેમજ એજન્ટો હેરાન પરેશાન થઈ ગયા છે, ખાતાધારકો ખાતામાં છતે પૈસે પૈસા ઉપાડી શકતા નથી જેને કારણે કેટલાક ખાતાધારકોને જીવન જરીયાત ચીજવસ્તુઓ, દવાઓ વગર રહેવું પડી રહ્યું છે.
વહેલી તકકે કેશ કાઉન્ટર ચાલુ નહિ થાય તો કેટલાક ખાતાધારકો વ્યાજના વિષચક્રમાં ફસાવવાની દહેશત સેવાઇ રહી છે.જેતપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કલેરીકલ વર્ગ માટે ૧૬ના સ્ટાફની જરીયાત છે તેની સામે પાંચનો સ્ટાફ છે. ૧૧ જેટલા કર્મચારીઓની અછત હોવા છતાં મુખ્ય પોસ્ટ ઓફીસ દ્રારા કોઈને કોઈ રીતે કામ રડાવવામાં આવતું. પરંતુ આ પાંચના સ્ટાફમાં પણ ત્રણને બીજા ગામની પોસ્ટ ઓફિસમાં મુકવામાં આવતા અહીંની પોસ્ટ ઓફિસનો આખો આર્થિક વ્યવહાર ખોરંભાય ગયો છે.  અહીંના નિવૃત શિક્ષક રસિકભાઈ રોકડ કે જેઓએ અહીં પોસ્ટ ખાતામાં મંથલી ઇન્કમ સ્કીમમાં પૈસાનું રોકાણ કરેલ તેઓ હાલ ગાંધીનગર ખાતે રહે છે તેઓને પૈસાની જરીયાત હોય તેઓ ગાંધીનગરથી પૈસા ઉપાડવા માટે આવેલ હતા પરંતુ અહીં સ્ટાફ ન હોવાથી તેઓને ધરમનો ધક્કો થયો. આવા બીજા નિવૃત જીવન જીવતા દિવ્યાંગ થઈ ગયેલ બાબુભાઇ સરવૈયા બંને પગે ચાલી શકતા ન હોય તેઓને દવા માટે પૈસાની જરીયાત હોય તેઓ બે વ્યકિતઓની મદદથી ત્રણેકવાર પોસ્ટ ઓફીસ ખાતે આવ્યા પરંતુ તેઓને પણ સ્ટાફના અભાવે પરત જવું પડે છે.યારે પોસ્ટખાતામાં એજન્ટનું કામ કરતા કપિલભાઈ બોસમીયાએ જણાવેલ કે, અમારી પાસે ખાતાધારકોના નાણાં છે જે અમો અહીં જમા કરાવવા આવીએ છીએ તો જમા પણ થતા નથી જેથી ગ્રાહકોની આર્થિક ગણતરી આખી ઉંધી વળી જાય છે. સ્ટાફની અછતને કારણે અહીંની મુખ્ય પોસ્ટ ખાતામાં અઢારથી વીસ હજાર ખાતાઓ માઇનસમાં ચાલ્યા ગયા છે અને હજુ આમ જ ચાલશે તો ખાતાઓ જ બધં થઈ જશે. આ બાબતે ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં અનેકવાર રજુઆત છતાં સ્ટાફની અછત પૂર્ણ કરવામાં આવતી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application