બોડકાસ્ટ ડંબ બિરયાનીના શોમાં માતા પુત્ર બન્ને જબરા ટ્રોલ થયા
બોડકાસ્ટ ડંબ બિરયાની આજકાલ ખુબ ચર્ચામાં છે અને તેમાં થતી ખુલ્લી ચર્ચા લોકોને ગલગલીયા કરવા પુરતી છે. જો કે અમુક વખતે તેના પર ટ્રોલ પણ થવું પડે છે.બોડકાસ્ટના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકાએ અરહાન સાથે શારીરિક સંબંધ પર સવાલ કર્યો. જેને લઈને યુઝર્સ તેના પર ભરકી ઉઠ્યા છે.
મલાઈકા અરોડા અને અરબાઝ ખાનના દિકરા અરહાન ખાન હાલ પોતાના બોડકાસ્ટ ડંબ બિરયાનીના કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પોતાના શોમાં પોતાના પિતા અને કાકા સોહેલ ખાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
હવે આવનાર એપિસોડમાં તે પોતાની મા મલાઈકા સાથે મસાલેદાર ચર્ચા કરતા જોવા મળવાના છે. આ એપિસોડમાં અભિનેત્રી સોશિયલ મીડિયા અને લગ્ન વિશે પોતાના દિકરા સાથે વાત કરતી જોવા મળશે. લેટેસ્ટ એપિસોડની ઝલક સામે આવી ચુકી છે. જેને લઈને મા-દિકરો ચર્ચામાં આવી ગયા છે.
પ્રોમો વીડિયો કર્યો શેર
બોડકાસ્ટના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકાએ અરહાન સાથે શારીરિક સંબંધ પર સવાલ કર્યો. ક્લિપમાં મલાઈકા પોતાના દિકરાને પુછતી જોવા મળી રહી છે કે તમારૂ કૌમાર્ય ક્યારે ભંગ થયું હતું? આ પ્રશ્ન પર અરહાન ચોંકી ઉઠે છે. ત્યાં જ વીડિયોમાં આગળ અરહાન પોતાની મમ્મીને પ્રશ્ન કરતા જોવા મળી રહ્યા છે કે તે લગ્ન ક્યારે કરવાના છે?
વાયરલ થઈ રહ્યો છે પ્રોમો
સોશિયલ મીડિયા પર આ પ્રોમો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપના સામે આવ્યા બાદ હવે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. મોટાભાગના લોકોને આ પ્રકારની વાતો બિલકુલ પસંદ નથી આવી. મા-દિકરાની વચ્ચે થઈ રહેલી આ પ્રકારની વાતચીતને લઈને તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech