નવા 150 ફૂટ રીંગ રોડ પરથી તાલુકા પોલીસે મથકના સ્ટાફે ત્રણ શખસોને ચોરાઉ એકસેસ સાથે ઝડપી લીધા હતા. આ ત્રિપુટીએ બારેક દિવસ પૂર્વે ગોવર્ધન ચોક પાસેથી આ વાહન ચોરી કર્યાની કબુલાત આપી હતી.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, નિકુંજભાઈ મારવીયાને મળેલી બાતમીના આધારે નવા 150 ફૂટ રીંગ રોડ પર એક્વા કોરલ બિલ્ડીંગ બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી ચોરાઉ એક્સેસ સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખસોની પુછતાછ કરતા તેના નામ ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઈ મકવાણા (ઉ.વ 20 રહે.એજી ચોક આવાસના કવાર્ટર) પ્રકાશ ઉર્ફે પકો શૈલેષભાઈ ચૌહાણ(ઉ.વ 25 રહે. વીર સાવરકર આવાસ યોજના ક્વાર્ટર, અવધના ઢાળ પાસે) અને તરૂણ હિતેશભાઈ જેઠવા (ઉ.વ 19 રહે. કણકોટ પાટીયા) પાસે હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રૂ. 50,000 ની કિંમતનું ચોરાઉ એક્સેસ કબજે કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ આ વાહન બાર દિવસ પૂર્વે નવા 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક સુખસાગર સોસાયટી શેરી નંબર 2 સનરાઈઝ સ્કુલ પાસેથી ચોરી કર્યું હતું. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીઓ પૈકી ગૌતમ અગાઉ હત્યા, મારામારી, લૂંટ, ધમકી, ચોરી સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે પ્રકાશ ઉર્ફે પકા સામે લૂંટ અને દારૂ સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech