આઠ લાખ રૂપિયા આપ્યા હતા તે લેવા ગયા ત્યારે ‘પિયા તમે ભુલી જાવ, હું આપવાનો નથી’ કહીને હાથ ઉંચા કરી ધમકી આપનાર શખ્શ સામે મૃતકના પુત્રએ નોંધાવી ફરિયાદ
આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદર નજીકના માધવપુર ગામે રૂપિયા બાબતે પ્રૌઢને ધમકી અપાતા આપઘાત કરી લીધો છે તેથી તેને મરવા માટે મજબૂર કર્યાનો ગુન્હો તેના પુત્રએ નોંધાવ્યો છે.
માધવપુર પાસે ઓશો આશ્રમના અન્નક્ષેત્ર પાસે રહેતા રવિ રમેશભાઇ મોકરીયા નામના ૨૩ વર્ષના યુવાને માધવપુર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રમેશભાઇ ગોવિંદભાઇ મોકરીયા ઉ.વ. ૪૬એ માધવપુરના કુણાલ પરબત મોઢાને આઠ લાખ પિયા આપ્યા હતા.આથી રમેશભાઇ મોકરીયા તેની પાસે રૂપિયા લેવા ગયા હત્યારે કુણાલે એવુ જણાવ્યુ હતુ કે ‘તે રૂપિયા તમે ભુલી જાવ, હું તમને રૂપિયા આપવાનો નથી.’ તેમ કહીને ગાળો બોલી હતી તથા રમેશભાઇ ઉપરાંત ફરિયાદી રવિ અને મનીષને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી કુણાલની ધમકીને લીધે ડરી જઇને રમેશભાઇ મોકરીયાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા અને તેનુ મોત નિપજ્યુ હતુ તેથી રવિ મોકરીયાએ તેના પિતાને મરવા માટે મજબૂર કર્યાનો કુણાલ પરબત મોઢા સામે ગુન્હો નોંધાવતા આગળની તપાસ માધવપુર પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશુભાંશુ શુક્લા અવકાશનો તાગ મેળવવા કાલે ઉડાન ભરશે:એક્સિઓમ મિશનનું કાઉન્ટ ડાઉન શરુ
June 09, 2025 10:21 AMયાત્રાધામ દ્વારકાના ગોમતી નદીમાં ઘાટ પર સાવચેતીપુર્વક સ્નાન કરવા તંત્રની અપીલ
June 09, 2025 10:20 AMદ્વારકામાં શીરદર્દસમો ટ્રાફિક સમસ્યા ઉકેલવા આયોજન
June 09, 2025 10:16 AMલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech