જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી હિમકર સિંહ દ્વારા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદારાની માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.વાઘાભાઇ આલને બાતમી મળી હતી કે વીંછિયાના અજમેર ગામની સીમમાં ભુખરી ખાણ સીમ વિસ્તારમાં દિનેશ માલકીયા નામનો શખસ પોતાની પોતાની વાડીએ જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.
પોલીસને જોતા જ જુગારઓની હોશ ઉડી ગયા હતાં. પોલીસે અહીં જુગાર રમતા ૧૫ શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂ. ૧.૪૭ લાખ તથા ૧૫ મોબાઇલ ફોન અને ત્રણ વાહનો સહિત કુલ રૂ. ૬.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન જુગાર રમાડનાર વાડી માલિક દિનેશ વેલાભાઇ માલકીયા(ઉ.વ ૩૪ રહે. છાસીયા તા. વીંછિયા) ઉપરાંત જુગાર રમવા આવેલા છાસીયા ગામના પ્રકાશ ગોરધનભાઇ જોગરાજીયા, ઉમેશ હેમંતભાઇ જોગરાજીયા, મુના મનસુખભાઇ મીઠાપરા, મુકેશ વેલાભાઇ માલકીયા, વિપુલ જેન્તીભાઇ માલકીયા, હિતેશ જવેરભાઇ ખોરાણી, કલ્પેશ દેહાભાઇ માલકીયા અને ઘનશ્યામ જગદીશભાઇ માલકીયાનો ઉપરાંત વીંછિયાના ઓરી ગામના રાજેશ ધીરૂભાઇ ધોરીયા, ચોટીલાા ઢોકળવા ગામના રાજુ દેવશીભાઇ ચાવડા, સંજય વસ્તાભાઇ સાસકીયા, પૃથ્વીરાજ વલકુભાઇ ખાચર,પ્રવિણ રાયધનભાઇ સાકરીયા અને ચોટીલાના ધરમપુરના અલ્પેશ જગદીશભાઇ ઓળકીયાને ઝડપી લઇ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેતપુરના ચારણ સમઢીયાળા ગામની સીમમાં વાડીએ જુગાર રમતા ૫ પકડાયા
જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીંના ચારણ સમઢીયાળા ગામની સીમમાં વાડીએ લીમડાના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ચંદુ રામજીભાઇ મોવલીયા, જગદીશ બોધાભાઇ રામાણી, વિનુ પોપટભાઇ સાવલીયા, વિનોદ સવજીભાઇ માથુકીયા અને ગોવિંદ મોહનભાઇ હીરાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૨૦,૨૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMજામવાડી ગામના પાટીયા પાસે કારની ઠોકરે યુવાનનું મોત
June 09, 2025 10:55 AMપ્રભુજીપીપળીયામાં ઘરેલુ ઝઘડામાં પોલીસ કર્મચારી સહિતનો હંગામો
June 09, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech