પોરબંદરના રેલ્વેસ્ટેશન કમ્પાઉન્ડમાં રેલ્વે કર્મચારીઓ અને પોલીસકર્મચારીઓ આડેધડ વાહન પાર્ક કરીને મનમાની ચલાવી રહ્યા છે તો બીજી બાજુ મુસાફરોના સ્વજનો એકાદ મિનિટ માટે પણ પરિસરમાં વાહન લઇને ઉભા રહે તો તાત્કાલિક પાર્કિંગ સ્થળે મુકવા સુચના આપવામાં આવે છે તેથી યોગ્ય કરવા માંગ થઇ છે.
પોરબંદરના રેલ્વેસ્ટેશનને નવા રંગપ આપવામાં આવ્યા છે તેની સાથોસાથ તેના કમ્પાઉન્ડમાં આડેધડ વાહનો પાર્કિંગ નહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ મુકવામાં આવી છે આમ છતાં જ્યાં પાર્કિંગની મનાઇ છે ત્યાંજ રેલ્વેના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિત વગ ધરાવતા લોકો આડેધડ તેમના ટુવ્હીલર પાર્ક કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ કોઇ મુસાફરોને મુકવા માટે તેમના સગાસબંધીઓ ટુ વ્હીલર કે ફોરવ્હીલ લઇને આવે ત્યારે તેમને તાત્કાલિક પાર્કિંગ સ્થળેવાહન પાર્ક કરવા માટે સૂચના આપવામાં આવે છે તેમ જણાવી જાગૃત નાગરિકોએ આ મુદ્ે રેલ્વેના અધિકારીઓનું ધ્યાન દોરીને નિયમ બધા માટે સરખો હોવો જોઇએ રેલ્વેના કર્મચારી કે પોલીસને પીળો પાસ આપવો જોઇએ નહીં તેવી માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech