રાજકોટ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખા (નાર્કોટિક્સ સેલ) દ્વારા 'SAY NO TO DRUGS' મિશન અંતર્ગત માદક પદાર્થોના વેચાણને અટકાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ટીમે આજે માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર, યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો. જેના અનુસંધાને, SOG પો.ઇન્સ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ SOG શાખાના પો. હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, ફિરોજભાઇ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને પો. કોન્સ. હાર્દિકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ટીમે રાજકોટના કનક રોડ બસ સ્ટેન્ડ પાછળ જય અંબે ટી સ્ટોલ નામની દુકાન સામે જાહેર રોડ ઉપરથી ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો બાબુભાઇ ભાટી (ઉં.વ.૨૪, ધંધો-વાણંદકામ, રહે- સણવા ગામ, તા. ભાભર, જી. બનાસકાંઠા) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 9.56 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની કિંમત ₹95,600/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે એક સેમસંગ કંપનીનો ટચ સ્ક્રીન વાળો મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) અને રોકડા ₹110/- પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ ₹1,00,710/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. એસ.એમ.જાડેજા, પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સ્ટાફે મહત્વનો ભાગ ભજવ્યો હતો. FSL અધિકારી શ્રી એફ.આઇ.કાદરી સાહેબે પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુંડાગીરી કરી માસુમને પાઇપ ફટકારનાર પેટ્રોલપંપના કર્મીઓ સામે મહાવ્યથાની કલમ ઉમેરાઈ
June 11, 2025 02:53 PMવિદેશી દા ભરેલી કાર સાથે કુંભારવાડાનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:52 PMકુંભારવાડા રેલ્વે ફાટક નજીક ગાડી અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા
June 11, 2025 02:51 PMવિદેશી દાની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો
June 11, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech