રાજકોટમાં રહેતી ૨૫ વર્ષીય યુવતી પર મહુવામાં રહેતા કૌટુંબિક ભાઇએ વારંવાર દુષ્કર્મ આચર્યા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
25 વર્ષીય યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટમાં જંકશન રેલ્વે સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના મહુવામાં રહેતા કૌટુંબિક ભાઈનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બે ભાઈ બે બહેનના પરિવારમાં નાની છે આરોપી તેના સગા મોટા બાપુનો પુત્ર છે.
ઘરમાં કોઈ હાજર ન હોય ત્યારે બંને ફોનમાં વાતચીત કરતા
યુવતીના પરિવારને મોટા બાપુના પરિવાર સાથે છેલ્લા આઠ વર્ષથી બોલવાનો વ્યવહાર નથી. યુવતીના ઘર પાસે મોટા બાપુના સગા સંબંધી રહેતા હોય જેથી મોટા બાપુનો પુત્ર અહીં પડોશમાં અવારનવાર આવતો હોય અને તે કૌટુંબિક ભાઈ થતો હોય જેથી યુવતીને તેની સાથે વાતચીત થતી હતી અને છેલ્લા ચારેક મહિનાથી પ્રેમ સંબંધ હતો.ત્રણેક માસ પૂર્વે આરોપીએ યુવતીને મોબાઇલ ફોન આપ્યો હતો જે બાબતે તેણે ઘરમાં કોઈને જાણ કરી ન હતી. ઘરમાં કોઈ હાજર ન હોય ત્યારે બંને ફોનમાં વાતચીત કરતા હતા.
ભાવનગર ગામડામાં આશરે આઠેક દિવસ ફર્યા
દરમિયાન ગઈ તા. 4/4/2025 ના સવારના દસેક વાગ્યે યુવતીને કૌટુંબિક ભાઈનો ફોન આવ્યો હતો અને તેને ઘર નજીક આવેલી દુકાન પાસે મળવા બોલાવી હતી. જેથી તે અહીં તેને મળવા ગઈ હતી. બંને રિક્ષામાં બેસીને પારેવડી ચોક ખાતે ગયા હતા અગાઉ બંનેએ ફોનમાં વાતચીત દરમિયાન લગ્ન કરવાની વાત નક્કી કરી હતી જેથી બંને પારેવડી ચોકથી પ્રાઇવેટ વાહનમાં બેસી અમદાવાદ ગયા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રોકાયા હતા. ત્યાંથી ટ્રેનમાં બેસી મુંબઈ ગયા હતા મુંબઈ આસપાસના ગામડામાં આરોપીએ તેને ફેરવી હતી અને બાદમાં મુંબઈ ખાતે બે દિવસ ફેરવી બસમાં બેસી ભાવનગર ગયા હતા. ભાવનગરની આસપાસના ગામડામાં આશરે 10 દિવસ ફેરવી હતી. બાદમાં આરોપી યુવતીને જુનાગઢ તેના મામાના ઘરે લઈ ગયો હતો પરંતુ મામાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી આરોપીએ હાથે પગે લાગી આજીજી કરતા બંને અહીં યુવતીના મામાના ઘરે 10 દિવસ રોકાયા હતા. બાદમાં ત્યાંથી સુરત ગયા હતા ત્યાં એકાદ દિવસ ફરી પરત ભાવનગર ગામડામાં આશરે આઠેક દિવસ ફર્યા હતા.
આપણે સંબંધ પ્રમાણે લગ્ન કરી શકીશું નહીં
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાથે ફરતા હતા ત્યારે આ બધી જગ્યાએ બસ સ્ટેન્ડ તેમજ ધાર્મિક સ્થળોએ રાત્રિના સમયે રોકાતા હતા અને આરોપીએ લગ્નનો વાયદો કર્યો હોય તેથી બંને શરીર સંબંધ બાંધ્યા હતા. ઘણા દિવસો બાદ આરોપીએ કહ્યું હતું કે, આપણે સંબંધ પ્રમાણે લગ્ન કરી શકીશું નહીં પરંતુ તું મારી સાથે રહે જેથી યુવતી આરોપીને કહ્યું હતું કે, તું મને ઘરે મૂકી દે બાદમાં તે યુવતીને મહુવા ખાતે મૂકીને પોતે જુનાગઢ ચાલ્યો ગયો હતો. મહુવા યુવતી એકલી મોટા બાપુના ઘરે આશરે 10 થી 12 દિવસ રોકાઈ હતી બાદમાં આરોપી તેને મહુવા તેડવા માટે આવ્યો હતો અને રાત્રિના દોઢેક વાગ્યે મહુવાથી જુનાગઢ બાજુ લઈ ગયો હતો જ્યાં જુનાગઢ તથા વેરાવળ આસપાસના ગામડામાં દસ બાર દિવસ યુવતીને ફેરવી કોઈપણ બસ સ્ટેન્ડમાં રોકાઈ જતા હતા અને બાદમાં વાંકાનેર તેમજ મોરબી ખાતે ગયા હતા.
આરોપી યુવતીને રાજકોટમાં સાંઢિયા પુલ પાસે મૂકી ગયો
બાદમાં ગત તા. 2/6/2025 ના બપોરના સમયે આરોપી યુવતીને રાજકોટમાં સાંઢિયા પુલ પાસે મૂકી ગયો હતો. ત્યારબાદ યુતિએ ફોન કરી કૌટુંબિક ભાઈને લગ્ન કરવાની વાત કરતા તેને ગાળો આપી યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને વાત કરી હતી અને આ અંગે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ તેના કૌટુંબિક ભાઈ વિરુદ્ધ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતી બાદમાં લગ્નની ના કહી યુવતીને ગાળો આપી તથા તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અંગે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMઅમદાવાદ એરક્રેશ બાદ રાજ્ય સરકાર સક્રિય: તાત્કાલિક રાહત કામગીરી માટે 32 અધિકારીઓની નિયુક્તિ
June 12, 2025 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech