પોરબંદર રોટરી કલબ દ્વારા ભારે વરસાદ દરમ્યાન નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે, શેલ્ટર હાઉસમાં, ખસેડવામાં આવ્યા હતા. આ મુશ્કેલીના સમયમાં, રોટરી ક્લબ પોરબંદરે તાત્કાલિક રીતે સેવાભાવ દાખવ્યો છે.રોટરી ક્લબ પોરબંદર દ્વારા આ સ્થિતિમાં ૧,૦૦૦ સૂકા નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની ખાસ વ્યવસ્થા ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. અન્ન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્ર સાથે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતુ. રોટરી ક્લબ પોરબંદરના પ્રમુખ, રો. દિવ્યેશ સોઢા, જણાવે છે કે અમે માનવતાની ભાવના સાથે આ કામગીરી કરી છે. પોરબંદરના લોકોને જ્યાં સુધી જર રહેશે ત્યાં સુધી અમે તેમની મદદ કરવા પ્રતિબદ્ધ છીએ. અમે ઈશ્ર્વર સમક્ષ પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ જલ્દી સુધરે અને આવી આફત ફરીવાર ન આવે.
રોટરી ક્લબ પોરબંદર દ્વારા સતત આવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આમ જનતાને અમારી નમ્ર અપીલ છે કે, રોટરી કલબ ના સેવાકીય કાર્યને આગળ વધારવા માટે આર્થિક અનુદાન આપીને અમારા પ્રયાસોમાં સહભાગી બનો. આપના સહકારથી અમે વધુ લાભાર્થીઓ સુધી પહોંચીને વધુ સારી રીતે સેવા આપી શકીશું. આ સેવાકાર્યમાં રોટરી ક્લબ પોરબંદરના તમામ સભ્યોએ ઉમદા ઉત્સાહ અને સમર્પણ સાથે ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech