સૈફ અલી ખાન જોરદાર ગુસ્સે થતા'જેહ'એ એરપોર્ટ માથે લીધું
કરિના કપૂરનો લાડલો જેહ મમ્મી-પપ્પા અને ભાઇની સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. હાલમાં જેહનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે.જેહ એ એટલો જોરથી ભેકડો જોડ્યો કે માતા કરીના પણ તેને શાંત કરી શકી ન હતી, વાસ્તવમાં તેને કારમાં આગળ બેસવું હતું અને આગળ તૈમુર બેસી જતા પિતા એ તેને પાચળ બેસવા કહ્યું જે જેહને બિલકુલ પસંદ ન પડ્યું.
હાલમાં મોટાભાગના સેલિબ્રિટી નવા વર્ષે પરિવારની સાથે રજાઓની મજા માણી રહ્યા છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનનું ફેમિલી પણ આમાંથી એક છે. મોમ કરીના અને ડેડ સૈફ અલી ખાન તૈમુર અને જેહની સાથે વેકેશનની મજા માણી રહ્યા છે. જો કે હાલમાં વેકેશન એન્જોય કરીને કરીના અને સૈફ બાળકો સાથે પાછા ફર્યા છે. આ દરમિયાન એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જો કે પૂરો પરિવાર ગાડીના પાર્કિંગમાં જોવા મળ્યો. પરંતુ થયુ કંઇક એવુ કે કરીના કપૂરનો લાડલો જેહ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો. જેહની આંખોમાં આંસુ આવી ગયા. જો કે આ પાછળનું કારણ સૈફ અલી ખાનનો ગુસ્સો હતો.
જ્યારે પૂરી ફેમિલી પાર્કિંગમાં ગાડી પાસે પહોંચી તો પાપા સૈફ અલી ખાન ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા. ત્યારબાદ સૈફની બાજુની સીટમાં તૈમુર બેસી ગયો. પરંતુ આ સીટ પર જેહ પણ બેસવા લાગ્યો. જેહને પણ ભાઇ તૈમુરની સાથે બેસવુ હતુ, પણ થયુ એવું કે પાપા સૈફે બેસવા દીધો નહીં અને કહ્યું કે પાછળ મમ્મીની સાથે બેસી જા. એવામાં ભાઇ તૈમુરની સાથે ના બેસવાને કારણે પાછળ મોમ કરીના સાથે બેસવુ પડ્યું. આ કારણે જેહ પાછળ બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. જેહને રડતા જોઇને નેટિજેન્સ પણ દુખી થઇ ગયા.
કરીના કપૂર ખાન બોલિવૂડની ટોપ હસીનાઓમાંથી એક છે. એક્ટ્રેસે સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં એક્ટ્રેસે ઓટીટીમાં ડેબ્યુ કર્યુ હતુ. કરીના જાને જાનમાં જયદીપ અહલાવત અને એક્ટર વિજય વર્માની સાથે નજરે પડી હતી. લોકોને કરીના એક્ટિંગ ખૂબ પસંદ પડી હતી.
જો કે હવે જલદી કરીના કપૂર રોહિત શેટ્ટની ફિલ્મ સિંગમ 3માં જોવા મળશે. ફિલ્મમાં કરીનાનો દમદાર રોલ જોવા મળશે. એક્ટ્રેસ એક્શન કરતી પણ જોવા મળશે. વાત જ્યારે સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની કરીએ તો હાલમાં આદિપુરુષમાં રાવણના રોલમાં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ કમાલ કરી શકી નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech