ગાંધીનગર ખાતે ગઈકાલથી શ થયેલી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ પણ જુદી જુદી સંસ્થાઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. આ અનુસંધાને કુલપતિ પ્રોફેસર નીલમબરીબેન દવે સહિતના સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અધિકારીઓ ગઈકાલે આખો દિવસ ગાંધીનગરમાં હતા.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ ગઈકાલે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, શ્રી વામ ઇન્ડસ્ટ્રીઝ તથા બ્લુગ્રાસ સાથે એમઓયુ કર્યા છે.
યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે ઇનોવેશન એન્ડ આંત્રપ્રીનીયોર સ્કીલ સંદર્ભે એમઓયુ કરાયા છે. વામ ઈન્ડસ્ટ્રીઝ સાથે કેમિકલના અને ફાર્માસ્યુટિકલના એમઓયુ કરાયા છે. યારે બ્લુગ્રાસ સાથે ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ થીંકીંગ સ્કીલ સંદર્ભે કરાર કરવામાં આવ્યા છે. આ કરારના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના વિધાર્થીઓને શૈક્ષણિક સંશોધન અને ઉધોગ સાહસિકતા સહિતની બાબતોમાં લાભ થશે. યારે વાઇબ્રન્ટ સમિટ શ થવાને વાર હતી ત્યારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી હતી. ભાભાએનોટોમી રિસર્ચ સેન્ટર અને અન્ય કેટલીક યુનિવર્સિટીઓ સાથે એમઓયુની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે માત્ર ત્રણ સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech