ભારતના મોટા ભાગોમાં ગરમીની લહેર છવાઈ ગઈ છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા ૧૬ સ્થળોએ ગઈકાલે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું. ભયંકર ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે પશુ પંખીઓ પણ આ પરિસ્થિતિમાંથી બાકાત રહ્યા નથી. આ કાળઝાળ ગરમીમાં છાંયડો મેળવવા હરણના બચ્ચાએ મોરના પીંછાનો આશ્રય લીધો હતો. આ નયનરમ્ય દ્રશ્ય તસ્વીરમાં નજરે પડે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે. હંમેશા બરફ અને હિમનદીઓથી ઢંકાયેલું રહેતું એન્ટાર્કટિકા પહેલીવાર એટલી આકરી ગરમીનો અનુભવ કરી રહ્યું છે કે, આ ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ પણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી દાઝી ગયા છે. આવી સ્થિતિમાં, દરેક વ્યકિત ચિંતિત છે અને વિચારે છે કે, આટલી ગરમી કેવી રીતે અને શા માટે પડે છે? વૈજ્ઞાનિકો વિશ્વભરમાં ભારે ગરમીને વિનાશની નિશાની માની રહ્યા છે. હવામાન પ્રવૃત્તિઓના નિષ્ણાતો કહે છે કે, હિટવેવ, જે ભૌગોલિક રીતે ભારતના મોટા ભાગને અસર કરે છે, તે ૧૦૦ વર્ષમાં એકવાર આવે છે. પરંતુ ભારત સિવાય હવે વિશ્વના ઘણા દેશોમાં તેની અસર થઈ રહી છે, ઠંડા દેશોમાં પણ ભારે ગરમી પડી રહી છે. આબોહવા પરિવર્તનને કારણે આ ગરમી વધવાની સંભાવના ૩૦ ગણી વધી ગઈ છે. તેથી જ આ વખતે એપ્રિલ અને મેમાં તીવ્ર ગરમી નોંધાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech