યોદ્ધા ફિલ્મને લઇને બન્ને એક્ટર્સ હાથમાં હાથ નાખીને સ્પોટ થયા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના આ દિવસોમાં એમની અપકમિંગ ફિલ્મ યોદ્ધાને લઇને સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થશે. યોદ્ધા ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. જો કે હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.હાલમાં આ જોડી જયપુરમાં નજરે પડી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્નાએ ફિલ્મ યોદ્ધાનું ફર્સ્ટ સોન્ગ જયપુરમાં લોન્ચ કર્યુ હતુ. આ દરમિયાન બન્ને એક્ટર્સ હાથમાં હાથ નાખીને સ્પોટ થયા. ફિલ્મના પ્રમોશન માટે એક્ટર્સનો આ વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોયા પછી સિદ્ધાર્થ અને કિયારાના ફેન્સ સરપ્રાઇઝ થઇ ગયા છે.
કિયારા અડવાણીના અનેક ફેન્સ આ વિડીયો જોઇને આશ્વર્યચકિત થઇ ગયા છે. આ વિશે અનેક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે. આ વિડીયો જોઇને એક યુઝર્સે કોમેન્ટ કરી છે કે..મને કિયારાની તરફથી ખૂબ ખરાબ લાગી રહ્યું છે. જ્યારે બીજા ફેને લખ્યુ છે કે આ બન્નેએ જાણે લગ્ન કર્યા હોય એમ કેમ વર્તન કરી રહ્યા છે.
ફેન્સ સિદ્ધાર્થને કહ્યું જેન્ટલ મેન
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે પ્રમોશન દરમિયાન વેન્યુ પર જતા એક્ટ્રેસ રાશિ ખન્ના સિદ્ધાર્થનો હાથ પકડીને જોવા મળી રહ્યો છે. એક્ટરે થોડી વાર માટે એક્ટ્રેસનો હાથ પકડે છે, પરંતુ પછી હાથ છોડીને ભીડમાંથી નિકળવામાં મદદ કરતો જોવા મળે છે. સિડ અને કિયારાએ અનેક ફેન્સની સામે આવીને સિદ્ધાર્થ મલ્હોત્રાના વખાણ કરીને જેન્ટલમેન બતાવ્યા છે.
આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટની સ્ટારર ફિલ્મ યોદ્ધા 15 માર્ચના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થવાની છે. કરણ જોહરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઇને દર્શકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે.
ખાસ અંદાજમાં પોસ્ટર રિલીઝ કર્યુ હતુ
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર ખાસ રીતે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટર જોયા પછી લોકો ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરને હવામાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના પોસ્ટરને 13,000 ft ની ઉંચાઇ પર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. બોલિવૂડમાં પહેલી વાર કોઇ ફિલ્મનું પોસ્ટર આ રીતે રિલીઝ કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech