ઈલેક્ટ્રિસિટી નું બિલ ઝીરો કરવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના તમામ 54 આરોગ્ય કેન્દ્રમાં સોલાર સિસ્ટમ ફીટ કરવાનો નિર્ણય રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે.
આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર સિસ્ટમ ફીટ કરવાના મામલે લેવાયેલા નિર્ણયમાં એવી માહિતી આપવામાં આવી હતી કે અત્યારે 54 માંથી 15 આરોગ્ય કેન્દ્રમાં આ સિસ્ટમ લગાવવામાં આવી છે. 10 આરોગ્ય કેન્દ્રમાં તે માટેની મંજુરી મળી ગઈ છે અને અન્ય 29 કેન્દ્રમાં આ સિસ્ટમ લગાવવામાં આવશે.
કમિટીની આ મિટિંગમાં આરોગ્ય વિષયક જુદા જુદા પ્રોગ્રામ જેવા કે કોમ્યુનીકેબલ ડીસીઝ, ટીબી ડાયાબિટીસ હાઇપર ટેન્શન કેન્સર ટેલી મેડિસિન રસીકરણ માતા અને બાળ આરોગ્ય સહિતની બાબતોની ચચર્િ કરવામાં આવી હતી.
100 દિવસની સઘન ટીબી નિર્મૂલન અનુસંધાને વધારાના એક્સ રે યુનિટ ફાળવવા માટે ગાંધીનગર રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. ટીબી અને ડ્રગ રેઝીસ્ટન્ટ, ટીબીના દર્દીઓના ઝડપી નિદાન માટે આધુનિક મશીન, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ડિજિટલ સીઆર સિસ્ટમ સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ખરીદવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભડોળની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર ખરીદ કરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબોરેટરીના સાધનો, ટેસ્ટિંગ માટે કીટ ખરીદવાની પણ ચચર્િ આ બેઠકમાં કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech