રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ એ કાલાવડ રોડ પરના પોમોસ પીઝામાં ચેકિંગ કરતા ૧૪ કિલો વાસી ખાધ પદાર્થેા મળ્યા હતા જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ કોટેચા ચોકમાં આવેલા મીત રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતા ત્યાં આગળ અનહાઇઝનીક કન્ડિશન જોવા મળી હતી જેથી બંનેને નોટિસ ફટકારવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ફડ બ્રાન્ચ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ પોમોસ પીઝા (એસ.એન. ફડસ) પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, નુડલ્સ, પાસ્તા તથા સોસનો કુલ મળી અંદાજીત ૧૪ કિ.ગ્રા. અખાધ જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
તેમણે ઉમેયુ હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાગડ ચોકડી, મવડી–પાળ રોડ, રાજકોટ મુકામે આવેલ રજની ઢોસા પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મંચુરિયન તથા ભાજીનો કુલ અંદાજીત સાત કિ.ગ્રા. અખાધ જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ મીત રેસ્ટોરેન્ટમાં તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMજી.આઇ.ડી.સી.માં બંધ ફેકટરીનના પટાંગણમાં લાગેલી આગને બુઝાવાઇ
June 09, 2025 03:07 PMકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech