મુંજકામાં બંસીધર વાળી શેરી નંબર-9 માં રહેતા ગૌતમ ભરતભાઈ ગમારા(ઉ.વ 19) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે સિંહાર સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે ગઈકાલે તે મિત્રો સાથે રામાપીર ચોકડીએ મિત્ર અનિલને મળવા ગયા હતા. બાદમાં સવા અગિયાર વાગ્યા આસપાસ રામાપીર ચોકડીએથી ઘરે પરત ફરતા હતા. ત્યારે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગ પાસે પહોંચતા એક એક્સેસ નંબર જેજે 3 જેકે 373 કે જેમાં બે વ્યક્તિઓ હતા તેણે સાઇડ કાપી હતી. બાદમાં તેણે એક્સેસ ઉભું રાખી કહ્યું હતું કે તે મને ગાળો કેમ આપી તેમ કહી આ ચાલકે નીચે ઉતરી યુવાને ઝાપટો મારી હતી બાદમાં યુવાન તથા તેના મિત્રો અહીંથી જતા રહ્યા હતા.
ત્યારબાદ સમરસ હોસ્ટેલથી યુનિવર્સિટી રોડ તરફ જતા ચોક પાસે પહોંચતા ફરી આ બંને શખસોએ યુવાનનું બાઈક ઊભું રખાવી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન તેની સાથેના અજાણ્યા શખસે કોઈને ફોન કરતા એક અજાણ્યો શખસ આવ્યો હતો અને તેના હાથમાં છરી હોય જે છરી યુવાને માથાના ભાગે મારી દેતા સામાન્ય ઇજા થઈ હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે ફરી આ રોડ ઉપર આવીશ તો જીવતો નહીં છોડુ. દરમિયાન યુવાનના કૌટુંબીક કાકા અજયભાઈ ફાંગલીયા છોડાવવા જતા આ શખસે તેને ઢીકાપાટુનો માર મારી છરી મારવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા. બાદમાં યુવાને આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech