રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સના સ્ટોર મેનેજર ૧૭ લાખના દાગીના ગ્રાહકને આપવાના બદલે બારોબાર વેચી દઇ વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. પોલીસે મૂળ ગાંધીધામના વતની મેનેજર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં-૨૦ મીલપરા મેઇન રોડ રહેતાં ચેતનભાઇ રાજેશભાઈ જાદવ (ઉ.વ.૪૧) દ્વારા તાલુકા મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ પ્રવીણ ગઢડા (રહે.હાલ જસરાજ નગર-૧, ઉમિયા ચોક 150 ફૂટ રીંગ રોડ, મૂળ ગાંધીધામ કચ્છ) નું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સમાં લાયઝનીંગ ઓફીસર તરીકે નોકરી છે. તનિષ્ક જવેલર્સની ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે તનિષ્ક જવેલર્સ ગાંધીધામથી બદલી થઈ આવેલ નિલેશ પ્રવિણ ધધડાની નિમણૂક કરવામા આવી હતી. તે નિલેશ રાજકોટ બ્રાન્ચમાં સ્ટોર મેનેજર તરીકે શો-રૂમમાં ખરીદ વેચાણ તથા નાણાકીય વ્યવહારની તમામ જવાબદારી સંભાળતો હતો.
ગઇ તા.૦૪ ના શો-રૂમ પર જુના ગ્રાહક મિલન જીતેન્દ્રભાઈ પોટા આવેલ અને તેણે જણાવેલ કે, તેઓએ ગઇ તા.૧૦/૦૧/૨૦૨૫ ના ત્રણ લાખ રૂપીયા ઓનલાઇન તેમજ તા.૧૯/૦૩ ના રૂ. ૧૪ લાખની સોના અને ડાયમંડની રીંગ મળી ઓનલાઇન રકમ તથા ઘરેણા સહીત કુલ રૂ.૧૭ લાખ સ્ટોર મેનેજર નિલેશ ધધડાને આપી તનિષ્ક જવેલર્સના ખાતામાં જમા કરાવેલ હતા. તેણે આ નિલેશભાઈને જણાવેલ કે, રૂ.૧૭ લાખમાંથી અલગ અલગ સોનાના ઘરેણા લેવા છે, તેમ વાત કરેલ હતી અને બાદ નિલેશે ગ્રાહક મિલન પોટા પાસેથી મેળવેલ ઓનલાઇન રકમ તથા બદલામાં ગ્રાહકને આપવાના થતા રૂ.૧૭ લાખના અલગ અલગ ઘરેણા પોતાના પાસે રાખી ઓળવી જઈ બારોબાર વેચી નાખેલ હતાં. જે ઘરેણા ગ્રાહક મિલનભાઈ પોટાને આપવાના થતા હોય તે નહી આપેલનું જાણવા મળેલ હતુ.
જેથી ફરીયાદીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. નિલેશએ તનિષ્ક જવેલર્સના ગ્રાહકને આપવાના થતા ઘરેણા ગ્રાહક મિલનભાઇ પોટાને આપેલ ન હોય કે તનિષ્ક શો રૂમમાં પણ જમા કરાવેલ ન હોય ફરિયાદ નોંધાવવમાં આવી છે.જે ફરિયાદના અધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech