સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો અથવા તો ઘટાડો થયો છે. પરંતુ ઠાર અને પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા બરફીલા ઠંડા પવનોના કારણે ઠંડીની તીવ્રતા યથાવત રહી છે. હવામાન ખાતાએ આજે કચ્છના અમુક વિસ્તારોમાં કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કયુ છે.
અમદાવાદ ડીસા વડોદરા ભુજ નલિયા દ્રારકા ઓખા રાજકોટ અને વેરાવળમાં ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થયો છે યારે પોરબંદર અમરેલી ભાવનગર અને સુરતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન ૫.૯ ડીગ્રી નોંધાયું હતું. ભવનાથ તળેટીમાં ૮.૯ અને જુનાગઢ શહેરમાં ૧૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા નોંધાયું છે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી હતું તે આજે વધીને ૧૧ ડીગ્રી થયું છે પોરબંદરમાં ગઈકાલે ૧૪.૧ ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે ૧૨ ડિગ્રી થયું છે. વેરાવળમાં આજનું લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી છે જે ગઈકાલના ૧૭.૩ ડિગ્રીની સરખામણીએ એકાદ ડિગ્રી વધુ છે. ભાવનગરમાં ગઈકાલે ૧૩.૨ અને આજે ૧૨.૨
નોંધાયું છે. નલિયામાં ગઈકાલે ૬.૨ અને આજે ૭.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભુજમાં સામાન્ય વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં આજે ૧૪ ડીસામાં ૯.૯ વડોદરામાં ૧૨ અને સુરતમાં ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
દેશના મોટાભાગના રાયોમાં લઘુતમ તાપમાનમાં ખાસ વધઘટ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન નહીં થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. પરંતુ પૂર્વ દિશામાંથી ફુકાતા ઠંડા પવન અને ઠારના કારણે કચ્છ મધ્યપ્રદેશ રાજસ્થાન જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખડં ઓડિશા મહારાષ્ટ્ર્ર માં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા
June 09, 2025 03:06 PMપરિવારનો માળો પીંખાયેલા વૃદ્ધોના રાણાખીરસરાના આશ્રમમાં સુગરીઓએ કર્યા ૩૦ જેટલા માળા!
June 09, 2025 03:05 PMપોરબંદર, ઈશ્ર્વરીયા તથા વનાણામાં ચાર જગ્યાએથી મળ્યો વિદેશીદા
June 09, 2025 03:04 PMગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech