દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો પ્રવેશ થયો છે, જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે, જેમાંથી 752 કેસની પુષ્ટિ તાજેતરમાં થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી, આ આંકડો 257 હોવાનું નોંધાયું હતું, પરંતુ આજે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં, કેસોમાં વધારો થયો છે. આ સાથે, આરોગ્ય મંત્રાલય દ્વારા 7 લોકોના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
કેરળમાં સૌથી વધુ નવા કેસ મળી આવ્યા
કોવિડ-૧૯ના તાજેતરના કેસોની વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ નવા કેસ મળી આવ્યા છે. અહીં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે. ગુજરાતમાં 83, મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 એક્ટીવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં ૧૫, રાજસ્થાનમાં ૧૩, પશ્ચિમ બંગાળમાં ૧૨, પુડુચેરીમાં ૯, હરિયાણામાં ૯, આંધ્રપ્રદેશમાં ૪, મધ્યપ્રદેશમાં ૨, છત્તીસગઢમાં ૧, ગોવામાં ૧ અને તેલંગાણામાં ૧ સક્રિય કેસ મળી આવ્યા છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા ૧૦૦૯ પર પહોંચી ગઈ છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ સક્રિય કેસ નોંધાયા નથી.
આરોગ્ય મંત્રાલયની બેઠક યોજાઈ
આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઇમરજન્સી મેડિકલ રિલીફ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની એક સમીક્ષા બેઠક આરોગ્ય સેવા મહાનિર્દેશકની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
દિલ્હીમાં કોરોનાના ૧૦૪ એક્ટીવ કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. હવે દિલ્હીમાં કોરોનાના ૧૦૪ એક્ટીવ કેસ છે. તાજેતરમાં, દિલ્હીના આરોગ્ય પ્રધાન ડૉ. પંકજ સિંહે એક વીડિયો બહાર પાડ્યો હતો અને લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે કોઈએ ગભરાવાની જરૂર છે. અમારી બધી હોસ્પિટલો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત દરેક વસ્તુ માટે સંપૂર્ણ વ્યવસ્થા છે. જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech