શહેરના માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડેન્સીમાં નાનાભાઈ સાથે રહેતા વિપ્ર પ્રૌઢે પોણા બે માસ પૂર્વે ઝેરી દવા પી આપઘાત કર્યેા હતો. આપઘાતની આ ઘટના અંગેના નાના ભાઈએ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં નિલેશ પીઠડીયા નામનો શખસ પૈસાની લેતી બાબતે ત્રાસ આપતો હોવાથી તેમના ભાઈએ આ પગલું ભયુ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે બેકબોન રેસીડેન્સી એચ વીંગ ૧૦૩ માં રહેતા મલ્હાર કિશોરભાઈ શુકલ(ઉ.વ ૪૮) દ્રારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલેશ પીઠડીયાનું નામ આપ્યું છે. મલ્હારભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના મોટાભાઈ મિહિરભાઈ કિશોરભાઈ શુકલ (ઉ.વ ૫૧) અપરિણીત હતા અને તેમની સાથે રહેતા હતા. તેઓ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા ગત તા. ૩૦ ૧ ૨૦૨૪ ના સવારના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તેમને મીહીરભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હત્પં ભકિતનગર સર્કલ પાસે છું અને મેં દવા પી લીધી છે બાદમાં અહીં પહોંચી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર દરમિયાન મીહિરભાઇનું મોત થયું હતું.
મિહિરભાઈનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં એક મેસેજ હતો જેમાં તેમણે લખ્યું હતું કે, હત્પં નિલેશભાઈના માનસિક અને શારીરિક ત્રાસના હિસાબે અને બીજા બધા પિયા માંગે છે તેના હિસાબે મરી જાઉં છું. તેમાં બીજું કોઈ જવાબદાર નથી ખાલી નિલેશભાઈ. તેઓ મેસેજ જોવા મળ્યો હતો. જેથી ફરિયાદીએ તેમના પિતરાઈ સચીન ભાઈ શુકલ અને મિત્ર ઉપેન્દ્રસિંહને જાણ કરી હતી.બાદમાં ઉપેન્દ્રસિંહએ વાત કરી હતી કે અગાઉ મીહીરભાાઇએ મને કહેતા હતા કે, નિલેશ પીઠડીયા તેની પાસે પૈસાની લેતી દેતી બાબતે અવારનવાર માંગણી કરી ત્રાસ આપે છે જેથી બાદમાં આ બાબતે મલ્હારભાઈએ આ ફરિયાદ નોંધાવતા ભકિતનગર પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાધના કોલોની નજીક ટીસીમાં આગથી દોડધામ
June 11, 2025 11:27 AMજાંબુડાના બે ખેડુતની સાથે રૂા. ૨.૫૭ લાખની છેતરપીંડી
June 11, 2025 11:20 AMગીર સોમનાથ જિલ્લામાં કોરોનાએ દીધી દસ્તક
June 11, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech