જસદણના કડુકા ગામના વતની અને છોટાઉદેપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ ધનજી આંધાણી નામના શખસે યુવતીને લગ્નની લાલચમાં ફસાવી માથામાં સિંદુર પુરી બે વર્ષ દરમિયાન અનેક વખત દુર્ષ્ક્મ ગુજારી છેહ આપ્યાના આરોપસર ભોગ બનનાર યુવતીએ આરોપી શિક્ષક વિરૂધ્ધ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દુર્ષ્ક્મ, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના આરોપસર ગુનો નોંધી શિક્ષકની ધરપકડની કાર્યવાહી આરંભી છે.
ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ સુરેશ સાથે અઢી વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે યુવતી સંપર્કમાં આવી હતી સંપર્ક્ પ્રેમમાં પરિણમ્યો હતો. ૨૦૨૨ની સાલમાં તા.૨૭-૫ના રોજ આરોપી સુરેશ યુવતીને સાંગણવા ચોક નજીકની હોટલમાં લઈ ગયો હતો. જયાં ફોટા સમક્ષ યુવતીને માથામાં સિંદુર પુરી આપડા લગ્ન થઈ ગયા આપડે બન્ને પતિ-પત્ની બન્યા કહી યુવતી સાથે હોટલમાં શરીર સંબંધ બાંધ્યો હતો.
થોડા દિવસ બાદ યુવતીને ટિકિટ બુક કરાવી આપી જેતપુર બોલાવી હતી. ત્યાં તે બે દિવસ રોકાઈ હતી. ત્યાંથી શિક્ષક સુરેશ પણ સાથે આવ્યો હતો. ફરી સાંગણવા ચોકની હોટલે લઈ ગયો અને ત્યાં સુરેશે શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ આજીડેમ ચોકડી નજીક આવેલી હોટલે ગયા હતા ત્યાં મરજી વિધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. એક દિવસ નોકરી પુરી કરી કડુકા ગામે નવા બંધાતા મકાનમાં લઈ ગયો હતો ત્યાં શરીર સંબંધ બાંધ્યો હતો.
યુવતીને ખ્યાલ પડયો કે સુરેશને અન્ય યુવતી સાથે પણ સંબંધ છે. જેથી યુવતી છોટાઉદેપુર બસમાં પહોંચી હતી. સુરેશનો ફોન સ્વીચ ઓફ હતો. ત્યાંથી ઘરે ગઈ હતી ત્યાં હાજર મળ્યો હતો. વાતચીત કરતા તેણે લવમેરેજની વાત કરી હતી યુવતી રાત રોકાઈ હતી. સુરેશનાં સગા સંબંધી આવ્યા લગ્ન કરવા માટે ઘરે વાત કરી લેવા કહેતા યુવતી ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ સુરેશે મોબાઈલ નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. કયારેક વાતો કરે અંતે યુવતીને છેતરાયાનો વિશ્ર્વાસઘાત થયાનો ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech