જાણવા મળતી વિગતો મુજબ, રેસકોસ પાર્કની પાછળ સ્વસ્તિક સોસાયટી શેરી નંબર -3 માં રહેતા લાભુબેન મનુભાઈ કોરીંગા (ઉ.વ 76) નામના વૃદ્ધાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આજરોજ સવારના કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પાસે રહેતા તેમના ભત્રીજા કાંતિલાલ ભગવાનજીભાઈના ઘરે બેસવા માટે પતિ મનુભાઈ સાથે એકટીવા માં જતા હતા.
દરમિયાન પોણા નવ વાગ્યા આસપાસ કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે લોહાણા સમાજ વાડી ભવાની ગોલા પાસે પહોંચતા નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલો શખસ મહિલાના ગળામાંથી સોનાની માળા આંચકી ગયો હતો. જેથી તેમના પતિએ એક્ટિવા ઊભું રાખી દીધું હતું. પરંતુ ત્યાં સુધીમાં આ શખસ નાસી ગયો હતો. આ બાબતે પોલીસને જાણ કરી હતી બાદમાં તેમણે અજાણ્યો શખ્સ ગળામાંથી રૂપિયા 1.38 લાખની કિંમતની સોનાની માળા ચીલઝડપ કરી ગયા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech