માટે માથાનો દુ:ખાવો બનેલા આરોપી સામે અસંખ્ય ગુના
ખુનની કોશિષ, મારામારી, ઇંગ્લીશ દારુ જેવા ગુનમાં નાસતો ફરતો અને પોલીસ માટે માથાના દુખાવા સમાન બનીગયેલ આોરપીને ભાણવડ સહીત દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ ટીમે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાથી મળતી વિગત મુજબ આગામી લોકસભાની ચુંટણીને ઘ્યાને લઇ પોલીસવડા નિલેશ પાંડેય સહીત ડીવાયએસપી હાર્દીક પ્રજાપતી દ્વારા ચુંટણી શાંતીપુર્ણ માહોલમા યોજાય એ માટે નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સુચના જીલ્લા પોલીસને અપાઇ હતી.
જેથી પોલીસે ટીમ બનાવી ત્રણ જીલ્લામાં અનેક ગુના કરી અત્યાર સુધી વોન્ટેડ રહેલા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડીયા રે. રામગઢ, તા. રાણાવાવ હાલ નાઘેડી, તેમજ કુતીયાણાના અમર ગામનો રણજીત ઉર્ફે રણીયો લીલાભાઇ ભુતીયા થોડા દિવસે રહેણાંક બદલવાના હતા તેમજ વોટસએપ નંબર ભારતમા ઉપયોગ કરતા હોવાની હકીકત સામે આવી હતી.
જેથી પોલીસે લોકેશન મેળવી બંને આરોપીને ઝડપી લીધા હતા, આરોપીને પકડવા માટેની કાર્યવાહી ભાણવડ પીએસઆઇ એમ.આર. સવસેટા સ્ટાફના શકિતરાજસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, રામભાઇ વસરા, ચિરાગસિંહ જાડેજા સહીતનાએ કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપી રામકો રીઢો ગુનેગાર છે, મારામારી અને દારુ સપ્લાય કરવાના, વેચવા સહિત ૩૬થી વધારે ગુના નોંધાયેલ છે જે પૈકી ૧૫થી વધુ ગુનામાં ૩ જિલ્લામાં નાસતો ફરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ
June 09, 2025 03:20 PMજિલ્લા જેલમાં મુસ્લિમ કેદીઓએ ઈદ-ઉલ-અઝાની ખાસ નમાઝ અદા કરી
June 09, 2025 03:18 PMરાજ્યપાલએ બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
June 09, 2025 03:17 PMઓડદર બાદ હવે ટુકડા ગોસાના દરિયાકિનારેથી મળ્યુ મારીઝુઆના હસીસનું વધુ એક પેકેટ
June 09, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech