હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ઘર પાછળ અવારનવાર કેમ આવે છે કહીને બે ઇસમોએ મહિલાના પતિ અને અન્યને ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદના જુના દેવળિયા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઈ મોરડિયાએ આરોપીઓ કલ્પેશ ઉર્ફે બાબો જેઠાભાઈ કરોતરા અને સંજય ગોવિંદભાઈ કરોતરા રહે બંને જુના દેવળિયા વાળા વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સોનલબેનના ઘર પાછળ આરોપી અવારનવાર આવતો જતો હતો જેથી ફરિયાદીના પતિ ઘનશ્યામભાઈએ આરોપી કલ્પેશને તું કેમ અવારનવાર ઘરની પાછળ આવે છે કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના પતિ તેમજ પાડોશી સત્યપ્રકાશ રામનાથ રાજપૂત અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપૂત એમ ત્રણેયને ગાળો આપી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech