ભાવનગર જિલ્લાના ઢૂંઢસર ગામની સીમમાંથી એલસીબીએ રોકડ રૂ.૧૩,૫૦૦નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ઢુંઢસર ગામમાં સરકડીયા રોડ ઉપર આવેલ જીતુ લાલભાઇ ગોહિલની વાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં અશોક ભુપતભાઇ મકવાણા (ઉ.વ.૪૦ રહે.હાલ-બહારપરા વિસ્તાર, જેસર રોડ,પાલીતાણા જી.ભાવનગર) અને રાહુલ જીલુભાઇ રાઠોડ (ઉ.વ.૨૮ રહે.ઢુંઢસર તા.શિહોર જી.ભાવનગર)ને રોકડા રૂપિયા ૧૩, ૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમ્યાન જીતુ ઝાલાભાઇ ગોહિલ (રહે ઢુંઢસર તા.સિહોર, જી.ભાવનગર), હરસુર મેહુરભાઇ કળોતરા (રહે.હવામહેલ,પાલીતાણા જી.ભાવનગર), સુરેશ હીરાભાઇ સોલંકી (રહે.પાંચપીપળા તા.પાલીતાણા જી.ભાવનગર) તેમજ કાળુ દેવીપુજક (રહે.ઢુંઢસર તા.શિહોર જી.ભાવનગર)નાસી છૂટતા તમામને ઝડપી લેવા તેજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા અને ફાલ્ગુનસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech