222 બાટલી સહિતનો મુદામાલ કબ્જે: જામનગરના શખસની સંડોવણી
ખંભાળીયા વિસ્તારમાં તાલુકા પંચાયત પાછળ આવેલા રહેણાંક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી 222 બોટલ મળી આવી હતી, આથી બે શખસની અટકાયત કરી કુલ 31000નો મુદામાલ જપ્ત કરાયો હતો, તપાસ દરમ્યાન જામનગરના એક શખસની સંડોવણી ખુલી છે.
દ્વારકા એસપી નીતેશ પાંડે દ્વારા દારૂ-જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના કરવામાં આવતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળીયાના પીઆઇ બી.જે.સરવૈયા દ્વારા સ્ટાફ સાથે કેસ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતાં, દરમ્યાન સ્ટાફના જેઠાભાઇ પરમાર, સામતભાઇ ગઢવી તથા ખીમાભાઇ કરમુરને સંયુકત રાહે બાતમી મળી હતી.
આથી બાતમીના આધારે ખંભાળીયા તાલુકા પંચાયત પાછળની શેરીમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલ તથા ચપલા મળી કુલ 222 નંગ કિં. રૂ. 31200નો મુદામાલ કબ્જે કરી ખંભાળીયા પંચાયત પાછળની શેરીમાં રહેતા નિલેશ ગોપાલ માયાણી અને ખીમા પબા ધારાણી નામના બે શખસોની અટકાયત કરી હતી. તપાસ દરમ્યાન જામનગર બાવરીવાસમાં રહેતા લાખા ધારાણીનું નામ ખુલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech