યુવાનને માર મારવામાં આવ્યો હોવા અંગેનાં દાવા સાથેનો પીડીતનો વિડીયો વાયરલ
હસીત ઝાખરીયા દ્વારકા
દ્વારકા પંથકમાં ભીમરાણા ગામનાં એક યુવાનને મીઠાપુરનાં બે પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાનો દાવો કરતો પીડીતનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વિડીયોમાં જિલ્લા પોલીસ વડાને સંબોધી કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે.
હાલારમાં વાયરલ થયેલ વિડીયો મુજબ એક યુવાન પોતાને ભીમરાણા ગામનાં અજીતસિંહ જાડેજા તરીકે દર્શાવી વિડીયોમાં પોલીસ પર આરોપો લગાવે છે. વિડીયોમાં તેનાં કથન અનુસાર તેને ભીમરાણા ગામે આંતરીને સુનીલ માણેક તથા થાયાઁભાઈ ગઢવી નામનાં મીઠાપુર પોલીસનાં કર્મચારીઓએ માર માર્યો હતો. વિડીયોમાં તે પોતાની પીઠ વગેરે અંગો પરનાં ઇજાનાં નિશાન પણ બતાવે છે. ત્યાર પછી યુવાન દ્વારકા હોસ્પિટલ ગયો હોવાની તથા ત્યાંથી ખંભાળીયા હોસ્પિટલ મોકલ્યો હોવાની વાત કહે છે.
બંને પોલીસકર્મી પર આરોપો લગાવી કથિત પીડીત યુવાન બંને વિરૂદ્ધ તપાસ અને કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેને પણ માંગ કરે છે.
વિડીયોમાં ક્યાં કારણોસર આ કથિત ઘટના બની વગેરે બાબતોનો કોઇ ઉલ્લેખ નથી પરંતુ હાલ તો વાયરલ થયેલ આ વિડીયોમાં મીઠાપુર પોલીસ પર આરોપો લાગતા ખળભળાટ મચી ગયો છે અને આ અંગે તપાસ થવી જોઈએ એવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech