કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર રાત્રિના બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે બાઈક સામસામે અથડાતા 2 યુવકોના મોત નીપજ્યા છે જ્યારે અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
અકસ્માતનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત કિશન પડાળિયા (ઉં.વ.23)નામના યુવકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
મૃતક બન્ને યુવાકોમાં રોહિત દીપકભાઈ રાઠોડ (ઉં.વ. 24) રહે. રામોદ અને કરણભાઈ કમલેશભાઈ દિવેચા (ઉં.વ. 28) રહે. રાજકોટ મૂળ. રામપરા- નવાગામના હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં કોટડા સાગાંણી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધી અને મિત્રો સહિતના લોકો એકઠા થયા હોવાની પણ વિગતો સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech