મોઢવાડા સીમ વિસ્તારના બે યુવાનો બાઇકમાં બીયરના ૧૩ ટીન સાથે ઝડપાયા છે તથા તેને માલ આપનાર બોખીરા તુંબડાના ઇસમ સામે એફ.આઇ.આર.દાખલ થઇ છે તથા અનેક જગ્યાએથી દેશી દાની હેરાફેરી કરનારાઓ ઝડપાયા છે તથા ટ્રાફિક નિયમનો ભંગ કરનારા દસ વાહનચાલકોની ધરપકડ થઇ છે.
બગવદર-મોઢવાડા રોડ પર દરોડો
મોઢવાડાની નાખડીયુ સીમમાં રહેતા અજીત કારા પરમાર અને મોઢવાડાના ૬૬ કે.વી. સબસ્ટેશન પાસે રહેતા બાલુ મુરુ મોઢવાડીયા આ બંને ઇસમો બાઇકમાં બીયરના ૧૩ ટીન (કિં. ા. ૧૭૪૩) સહિત કુલ ા. ૧૬૭૪૩નો મુદ્ામાલ લઇને નીકળ્યા ત્યારે બગવદર-મોઢવાડા રોડ પરથી પોલીસે પકડી પાડયા હતા અને બંને ઇસમોની પૂછપરછ કરતા આ દા તેઓ બોખીરાના તુંબડા વિસ્તારમાં રહેતા રામ ઉર્ફે રામલો સરમણ ખુંટી પાસેથી લાવ્યાની કબુલાત કરતા પોલીસે રામ સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.
દેશી દાના ધંધાર્થીઓ સામે પગલા
મૂળ પોરબંદરના કુંભારવાડામાં તથા હાલ દોલતગઢના સ્મશાન પાસે રહેતા સંજય કરશન ચુડાસમાને રાણાવાવના ગોપાલપરામાંથી ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો છે. મીયાણી ગામે રહેતા અને મજુરીકામ કરતા ગગુભા રાજપાલભા માણેકને ૬૦૦ .ના દા સાથે મીયાણીના ખાડી કાંઠેથી અને જાવરની સોસાયટીમાં રહેતા મેહુલ ઉર્ફે જંગલી કાનજી સોનેરીને જુનાબંદરની કસ્ટમ ઓફિસ સામેથી ૨૦૦ ાના દા સાથે પકડી લેવામાં આવ્યો છે.
વાહનચાલકો સામે પગલા
પોરબંદરના ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ પાછળ રહેતા ગોપી ચનાભાઇ સોલંકી ફૂલસ્પીડે રીક્ષા લઇ પોલીસ હેડકવાર્ટરના ગેટ પાસેથી નીકળતા પોલીસે પકડી પાડયો હતો. જી.આઇ.ડી. રેલ્વે કવાર્ટર પાસે રહેતા હાર્દિક ઉર્ફે દુલો રમેશ ડાભીને તાજાવાલા હોલ સામેથી નશાની હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર રીક્ષા ચલાવતા પકડી પાડયો હતો. એજ રીતે ઓરીએન્ટ ફેકટરી પાસે રહેતા ધવલ કિશોર આગઠને આઇ-ટવેન્ટી કાર લઇ ઉદ્યોગનગર પોલીસમથક પાસેથી ફૂલસ્પીડે ચલાવતા પકડી લીધો હતો. ખાપટની આર.કે. અગરબતી પાસે રહેતા અજય ઉર્ફે માલદે કેશુ કડછાને નશાની હાલતમાં બાઇક ચલાવતા જ્યુબેલી-ખાપટ રોડ પરથી પકડી લેવામાં આવ્યો હતો. સોઢાણાની ખીજડી સીમ વિસ્તારમાં રહેતો મેરામણ દેવા કારાવદરા રામવાવના પાટીયા પાસેથી ડ્રાઇવીંગ લાયસન્સ વગર નશાની હાલતમાં બાઇક ચલાવતા નીકળ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. અડવાણાના સરકારી કવાર્ટર પાસે રહેતા ભરત દેવા ઓડેદરા ભયજનક રીતે ટ્રક પાર્ક કરતા કાનાધાર પાસેથી પકડી લેવાયો છે. મૂળ મધ્યપ્રદેશ તથા હાલ નટવર નગરના ટીંબડી વાડી વિસ્તારમાં રહેતા ગણેશ સુમળા ભીલને નશાની હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર બાઇક ચલાવતા બગવદર ચાર રસ્તેથી પકડી લેવાયો છે. માંગરોળના શીલ ગામના હનીફ બાબુ રાઠોડે માધવપુર ગામે બાપા સીતારામ મંદિર પાસે ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. માંગરોળના દીવાસા ગામના રાજા પુંજા ગરચરને માધવપુર હાઇવે પરથી રોંગ સાઇડમાં ફૂલ સ્પીડે રીક્ષા ચલાવતા પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech