ગુજરાતમાં રવિ સિઝનના પાકોનું અત્યાર સુધીમાં ૪૦.૭૭ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે પૈકી સૌથી વધુ વિક્રમી ૧૦.૭૩ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. રેકોર્ડ બ્રેક ભાવ મળતાં રાયમાં ચાલુ વર્ષે જીરાના પાકમાં ગયા વર્ષ કરતાં બમણી વાવણી થઇ છે.
રાયમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગયા વર્ષે રવિ પાકના રેકોર્ડબ્રેક ભાવ મળ્યાં હતા પરિણામે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વાવણી થઇ છે. જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાયમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે.
મહત્વનું છે કે ખેડૂતોને સારા ભાવ મળતાં આ વર્ષે જીરાના પાકમાં વાવેતર વિસ્તાર ૫.૩૦ લાખ હેકટર થયો છે જે ગયા વર્ષે માત્ર ૨.૬૧ લાખ હેકટર હતો. એટલે કે ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં ૨૦૨.૫૮ ટકા જેટલો વધારો નોંધાયો છે.
રાયમાં ધાન્ય પાકોમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૭૩ લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. રાયમાં આ વર્ષે કુલ ૫.૬૪ લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું ૨.૬૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.
રવિ પાકોનું સૌરાષ્ટ્ર્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર્ર ઝોનના જિલ્લાઓમાં કુલ ૧૬.૦૩ લાખ હેકટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૧૩.૭૦ લાખ હેકટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૭.૯૪ લાખ હેકટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૩.૧૦ લાખ હેકટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech