પોરબંદર શહેરના જુદા- જુદા વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ જેવી પાયાની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી તેની સાબિતી શહેરની વીરભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધીના રસ્તા તરફ મળી છે આ રસ્તા ઉપર વાહનોની સતત અવરજવર હોય છે કંપનીમાં કામ કરતા કામદારો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ વિસ્તારમાં રહેતા લોકોએ વારંવાર રજૂઆત કરી છે કે લાઈટની સુવિધા નગરપાલિકાનું તંત્ર આપે પરંતુ કોઈ અગમ્ય કારણોસર પ્રાથમિક સગવડ આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. વિકાસની વાતો કરતી ભાજપ શાસિત નગરપાલિકાએ વહેલી તકે આ રોડ ઉપર પણ સ્ટ્રીટ લાઈટ ફીટ કરી આપવી જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech